Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ભારત તથા અમેરિકાને વધુ 4 વર્ષ માટે ડોનાલ્ડ ટ્રમ્પની જરૂર છે : ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મૈત્રીને ધ્યાને લઇ ઇન્ડિયન અમેરિકન રિપબ્લિકન સમૂહનું મંતવ્ય

વોશિંગટન : છેલ્લા સાડા ત્રણ વર્ષ દરમિયાન અમેરિકાએ કરેલી પ્રગતિ અને ભારત સાથે બનાવેલા ગાઢ સંબંધો તેમજ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મૈત્રીને ધ્યાને લેતા ભારત અને અમેરિકાને વધુ 4 વર્ષ માટે ડોનાલ્ડ ટ્રમ્પની જરૂર છે તેવો મત યુ.એસ.સ્થિત રિપબ્લિકન  ભારતીયોએ વ્યક્ત કર્યો છે.
સાઉથ એશિયન રિપબ્લિકન સમૂહના ફાઉન્ડર તથા  ડિરેક્ટર શ્રી હેમંત ભટ્ટે જણાવ્યું હતું કે કોવિદ -19 પહેલા અમેરિકાએ ખુબ આર્થિક વિકાસ કર્યો હતો.ડોનાલ્ડ ટ્રમ્પએ સ્મોલ બિઝનેસ તથા વ્યક્તિગત પરિવારોને પૂર્ણ મદદ કરી છે. તેમણે અમેરિકાના હિતમાં કામ કર્યું છે.તેમણે ટેક્સમાં ઘટાડો કર્યો છે તેથી તથા  અમેરિકન ફર્સ્ટ એજન્ડાને કારણે મિડલ ક્લાસનો આર્થિક વિકાસ થયો છે.તેમના સમયમાં કોવિદ -19 પહેલા બેરોજગારી દરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

(6:31 pm IST)