Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

ચીનના સરકારી અખબાર ' ગ્લોબલ ટાઈમ્સ 'ની ભારતને ધમકી : અમારી પીપલ્સ લિબરેશન આર્મીનો મુકાબલો કરવાની તમારી તાકાત નથી : ડ્રાયવર લેસ કારમાં શસ્ત્રો સરહદ ઉપર પહોંચશે : સૈનકોનો સામાન ઊંચકવામાં ' આયર્ન મેન ' જેવો રોબર્ટ મદદ કરશે

બૈજીંગ : ચીનના સરકારી અખબાર ' ગ્લોબલ ટાઈમ્સ 'એ ભારતને ધમકી આપતા જણાવ્યું છે કે અમારી પીપલ્સ લિબરેશન આર્મીનો મુકાબલો કરવાની તમારી તાકાત નથી.
અખબારમાં જણાવ્યા મુજબ ચીને  ડ્રાયવર લેસ કાર બનાવી છે.જે સરહદ ઉપર શસ્ત્રો પહોંચાડશે.તેમજ રોબર્ટ પણ બનાવ્યો છે.જે આયર્ન મેન તરીકે ફરજ બજાવશે તથા સૈનકોનો 30 કિલો સુધીનો સામાન ઊંચકવામાં મદદ કરશે.આ બાબત દર્શાવતો વિડિઓ પણ તેણે શેર કર્યો છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:47 pm IST)