Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

પાકિસ્તાનમાં હિન્દૂ મંદિરના નિર્માણ કે પુનરોદ્ધાર સામે કોઈ વાંધો નથી : દેશના સૌથી મોટા ધાર્મિક સંગઠનની લેખિત મંજૂરી : સૈદપુર ગામમાં આવેલા એક મંદિરના પુનરોદ્ધાર તથા મંદિરમાં ધર્મશાળા બાંધવા માટેના વિવાદનો સુખદ અંત

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં મંદિર નિર્માણ મુદ્દે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.દેશના સૌથી મોટા ધાર્મિક સંગઠનના સભ્યોએ લેખિત સંમતિ તથા હસ્તાક્ષર સાથે કોઈપણ જગ્યાએ હિન્દૂ મંદિર બાંધી શકાય છે તેવી સંમતિ આપી છે.
ઉલ્લેખનીય છે કે સૈદપુર ગામમાં આવેલા એક મંદિરના પુનરોદ્ધાર તથા મંદિરમાં ધર્મશાળા બાંધવા સામે અમુક રૂઢિચુસ્ત મોલવીઓએ  વાંધો ઉઠાવ્યો હતો.આ મંદિર માટે 10 કરોડ રૂપિયા આપવાની પણ ઇમરાન સરકારે મંજૂરી આપી હતી.જે સામે કોર્ટમાં કેસ ચાલુ હતો તે દરમિયાન નામદાર કોર્ટે દેશના ધાર્મિક સંગઠનના ઠરાવને ધ્યાને લઇ મંદિર નિર્માણ માટે મંજૂરી આપી હતી.જોકે સરકારી સહાયની આ સંગઠને સંમતિ આપી ન હોવાથી તે મળી શકશે નહીં.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)