Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પાકિસ્તાનના કરાંચીમાં આવેલા હિન્દૂ મંદિરમાં તોડફોડ : ભગવાન ગણેશજીની મૂર્તિ તોડી નાખી : મંદિરમાં લગાડેલા દેવી દેવતાઓના ફોટા ફાડી નાખ્યા : કટ્ટરપંથીઓનું કારસ્તાન

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી હિન્દૂ કોમ ઉપર અત્યાચારનો વધુ  એક મામલો બહાર આવ્યો છે.જે મુજબ કરાંચીમાં આવેલા હિન્દૂ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે તથા ભગવાન ગણેશજીની મૂર્તિ તોડી નાખવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ એક હિન્દૂ બાળકે ઇશનિંદા કરી તેવા આરોપસર કટ્ટરપંથીઓનું ટોળું કરાંચીમાં આવેલા એક હિન્દૂ મંદિરે દોડી ગયું હતું તથા મંદિરમાં રહેલી ભગવાન ગણેશજી તથા શિવજીની મૂર્તિ તોડી નાખી હતી.ઉપરાંત મંદિરમાં લગાડેલા દેવ દેવીઓના ફોટા તોડીફોડી નાખ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસમાં હિન્દૂ મંદિરોની તોડફોડનો પાકિસ્તાનમાં આ ત્રીજો બનાવ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:21 pm IST)