Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

તમારી પ્રિય વાનગી કઈ છે ? : ઈડલી સાંભાર : સવારે ઉઠીને તમારી દિનચર્યા કઈ રીતે શરૂ થાય છે ? : હું સવારે ઉઠીને બાળકો સાથે વાતો કરું છું : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સુશ્રી કમલા હેરિસને ઇન્સ્ટાગ્રામથી પુછાયેલા પ્રશ્નો અને તેના રસપ્રદ જવાબો

કેલિફોર્નિયા : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા તથા સૌપ્રથમ અશ્વેત મહિલા સુશ્રી કમલા હેરિસને  ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સવાલો પુછાયા હતા.જેમાં પૂછવામાં આવ્યું હતું કે તમારી પ્રિય વાનગી કઈ છે ? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભારતની સુવિખ્યાત વાનગી ઈડલી સંભાર મારી પ્રથમ પસંદ છે.હું તેને ભોજનમાં પણ સ્થાન આપું છું.

તેમને બીજો સવાલ પુછાયો હતો.જે મુજબ સવારે ઉઠીને તમારી દિનચર્યા કઈ રીતે શરૂ થાય છે ? જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે હું સવારે ઉઠીને બાળકો સાથે વાતો કરું છું .તેમણે ઉમેર્યું હતું કે મને રસોઈ કરવી ગમે છે.

ભવિષ્ય માટે તમારો શું પ્લાન છે તેવું પુછાતા તેમણે જણાવ્યું હતું કે હું તથા અમેરિકાના પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બિડન  2050 ની સાલ સુધીમાં અમેરિકામાં શુદ્ધ  શૂન્ય ઉત્સર્જન માટે કટિબદ્ધ છીએ.

(7:03 pm IST)