Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમેરિકાના પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન તથા સુશ્રી કમલા હેરિસના સમર્થનમાં 1100 ઉપરાંત ભારતીય મૂળની હસ્તીઓ : કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ ,ડો.એમી બેરા ,પ્રમીલા જયપાલ , પૂર્વ વિદેશ સચિવ નિશા દેસાઈ સહિતનાઓનો સમાવેશ : એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ ( AAPI ) દ્વારા જાહેર કરાયેલો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવારો જો બિડન તથા સુશ્રી કમલા હેરિસને એશિયન અમેરિકન્સ એન્ડ પેસિફિક આઈલેન્ડર્સ ( AAPI   ) દ્વારા સમર્થન ઘોષિત કરાયું છે.જેમાં જુદી જુદી સંસ્કૃતિ ,તથા ભાષા ધરાવતી  1100 જેટલી  ભારતીય મૂળની જુદા જુદા ક્ષેત્રોની , તથા જુદી જુદી ઉંમરની અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

જે પૈકી રાજકીય ક્ષેત્રે સમાવિષ્ટ અગ્રણીઓમાં કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ ,ડો.એમી બેરા ,પ્રમીલા જયપાલ , પૂર્વ વિદેશ સચિવ નિશા દેસાઈ બિસ્વાલ સહિતનાઓનો સમાવેશ થાય છે તેવું  ( AAPI   ) ના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)