Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

' ગધેડા ' અને ' હાથી ' વચ્ચેની રેસમાં કોણ જીતશે ? : અમેરિકામાં આજ 3 નવેમ્બરના રોજ પ્રેસિડન્ટ પદની ચૂંટણી : ડેમોક્રેટ પાર્ટીનું નિશાન ' ગધેડો ' અને રિપબ્લિકન પાર્ટીનું નિશાન ' હાથી ' : ચૂંટણી પુરી થયા પછી તુરત જ એક્ઝિટ પોલના વરતારા શરૂ થઇ જશે જે મોટે ભાગે સચોટ નિવડ્યાનો અનુભવ

વોશિંગટન : અમેરિકામાં દર 4 વર્ષે યોજાતી પ્રેસિડન્ટ પદની ચૂંટણી નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે થાય છે.આ વખતની ચૂંટણીમાં રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર તરીકે વર્તમાન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે.જયારે ડેમોક્રેટ પાર્ટીના પ્રતિનિધિ તરીકે પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ જો બીડને ઉમેદવારી નોંધાવી છે.

બંને પાર્ટી વચ્ચે રસાકસી છે. ડેમોક્રેટ પાર્ટીનું નિશાન ' ગધેડો ' અને રિપબ્લિકન પાર્ટીનું નિશાન ' હાથી ' છે.તેથી આ ગધેડા અને હાથી વચ્ચેની રેસમાં કોણ જીતશે તે અંગે ભારે આતુરતા ફેલાયેલી જોવા મળે છે.

ચૂંટણી પુરી થયા પછી એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ જશે.એક અભિપ્રાય મુજબ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ આર્થિક વિકાસ ,ટેક્સમાં ઘટાડો તથા અમેરિકન ફર્સ્ટ ,તેમજ હથિયાર રાખવાનો અધિકાર ,સહિતના  મુદ્દાને જોર આપી રહ્યા છે.જયારે ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર જો બિડન સિવિલ રાઇટ્સ ,ઇમિગ્રેશન ,તથા જળવાયું પરિવર્તન સહિતના મુદ્દે ચૂંટણી લડી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે આ વખતે અમેરિકાના  ઇતિહાસમાં સૌપ્રથમવાર ભારતીય મૂળના અમેરિકન તથા અશ્વેત મહિલા સુશ્રી કમલા હેરિસને ડેમોક્રેટ પાર્ટીએ વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે. 

(6:27 pm IST)