Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અભિનેત્રી રાગીણી દ્વિવેદી તથા સંજના ગલરાણીની જમીન અરજી નામંજૂર : પાર્ટીઓમાં પ્રતિબંધિત ડ્રગ સપ્લાઈ કરવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલી બંને અભિનેત્રીઓને જામીન ઉપર મુક્ત કરવાનો કર્ણાટક હાઇકોર્ટનો ઇન્કાર

કર્ણાટક : પાર્ટીઓમાં પ્રતિબંધિત ડ્રગ સપ્લાઈ કરવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલી અભિનેત્રીઓ  રાગીણી દ્વિવેદી તથા  સંજના ગલરાણી સહીત પાંચ આરોપીઓની જામીન અરજી કર્ણાટક હાઇકોર્ટે નામંજૂર કરી છે.

ગલરાણીના એડવોકેટે દલીલ કરતા જણાવ્યું હતું કે પ્રતિબંધિત ડ્રગના જથ્થા વિષે કે તેમના અસીલ તથા અન્ય આરોપીઓ પાસેથી તે મળ્યા વિષે કોઈ પુરાવા હજુ સુધી રજૂ કરાયા નથી.તેથી જમીન આપવાની ના કહી શકાય નહીં. રાગિણીના એડવોકેટે પણ જામીન આપવાથી પુરાવા સાથે કોઈ ચેડાં નહીં થાય તેવી ખાતરી આપી હતી.

પરંતુ પબ્લિક પ્રોસીક્યુટરે જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી કસ્ટડી ચાલુ રાખવાની ભલામણ કરી હતી. તથા પુરાવાઓ સાથે ચેડાં થવાનો ભય વ્યક્ત કર્યો હતો જેને ધ્યાને લઈને નામદાર કોર્ટએ જામીન નામંજૂર કર્યા હતા

ઉલ્લેખનીય છે કે પાર્ટીઓમાં  પ્રતિબંધિત ડ્રગ સપ્લાયના આરોપસર રાગીણી સહીત પાંચ આરોપીઓની પોલીસે સુઓમોટો કેસ હેઠળ ધરપકડ કરી હતી.તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)