Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અમેરિકામાં અશ્વેત ઉપર ગોળીબાર મામલે ચાલી રહેલા આંદોલને હિંસક સ્વરૂપ પકડ્યું : પ્રેસિડન્ટ ડોલેન્ડ ટ્રમ્પના સમર્થકોએ દેખાવકારો ઉપર ગોળીબાર કરતા આંદોલન વધુ હિંસક બન્યું : 2 નાગરિકોના મોત : 10 ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં

પોર્ટલેન્ડ : અમેરિકામાં અશ્વેત નાગરિક ઉપર પોલીસે કરેલા ગોળીબારનો કારણે ચાલતા આંદોલને હિંસક સ્વરૂપ પકડ્યું હોવાનું જાણવા મળે છે.શનિવાર રાતથી રવિવાર સુધીમાં ગોળી વાગવાથી ત્રણ રાજ્યોમાં 10 લોકો ઘાયલ,થયા છે.અને  2ના મોત થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને ‘બ્લેક લાઈવ્સ મેટર’ના દેખાવકારો વચ્ચે ઘણી જગ્યાએ અથડામણ થતા ઉપરોક્ત પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ગોળીબારની પ્રથમ ઘટના ઓરેગન રાજ્યના પોર્ટલેન્ડમાં બની હતી. અહીં અશ્વેતના મોત પછી દેખાવકારો અને ટ્રમ્પ સમર્થકો સામ-સામે આવી જતા બંને ગ્રુપો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. તેમાં એક વ્યક્તિનું ગોળી વાગવાથી મોત થયું છે. મરનાર ટ્રમ્પ સમર્થક અને રાઈટ વિંગના સભ્ય હોવાનું કહેવાઈ રહ્યું છે. શૂટિંગની બીજી ઘટનાઓ મિસૌરી અને શિકાગોમાં બની હતી, જોકે તેને દેખાવો સાથે કોઈ લેવાદેવા નથી.સીએનએનના ન્યુઝ મુજબ, હજી સુધી કોઈની ઓળખ થઈ નથી. જોકે પોલીસે કહ્યું છે કે હાલ એ વાતના પુરતા સબુત મળ્યા નથી કે ગોળી મારવા પાછળનું કારણ આ અથડામણ જ હતી.
પોર્ટલેન્ડમાં શૂટિંગ પછી ટ્રમ્પ પર હિંસા ભડકાવવાનો આરોપ લાગ્યો છે. ટ્રમ્પે અહીંના ડેમોક્રેટિક મેયર ટેડ વ્હીલર પર અરાજક તત્વો અને લૂટારાઓનો સાથ આપવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે કહ્યું છે કે જો તેઓ શહેર સંભાળી શકશે તો અમે તેને કન્ટ્રોલમાં લઈશું. વ્હીલરે પછીથી ટ્રમ્પ પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા તમે ચૂપ રહો તેવું ઈચ્છે છે.
અમેરિકાના મિસૌરી રાજ્યના કંસાસ શહેરમાં રવિવારે એક નાઈટ કલબમાં ફાયરિંગ થયું હતું. આ દરમિયાન ચાર લોકોને ગોળી મારવામાં આવી હતી. સિટી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે નાઈન અલ્ટ્રા લાઉન્જમાં રાતે 2.30 વાગ્યે ફાયરિંગ થયું હતું. ફાયરિંગના કારણે બે પક્ષોમાં ઝધડા થયા છે. અહીં જાન્યુઆરીમાં ફાયરિંગ થયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત અને 15 લોકો ઘાયલ થયા હતા.
શિકાગોમાં પણ રવિવારે એક રેસ્ટોરન્ટમાં ગોળીબાર થયો હતો. તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 5 લોકો ઘાયલ થયા હતા. શિકાગો પોલીસના પ્રવક્તાએ કહ્યું કે વેસ્ટર્ન અવેમાં આ ઘટના બની હતી. ઘટનામાં મૃત્યુ પામેલો વ્યક્તિ હુમાલાખોરોના નિશાન પર હતો, તેના પગલે બીજી પાંચ વ્યક્તિઓને ગોળી વાગી હતી. તેમાંથી 3 વ્યક્તિઓની સ્થિતિ ગંભીર છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:29 pm IST)