Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

ઇન્ડિયન અમેરિકન ડો.ભરત નારૂમંચીએ મહિલા ડોક્ટરની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી : હત્યા અને આત્મહત્યાનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

ટેક્સાસ : યુ.એસ.ના ટેક્સાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન ડો.ભરત નારૂમંચીએ મહિલા ડોક્ટર  લિન્ડલી ડોડસનની  હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળે છે.

3 સંતાનની માતા 43 વર્ષીય પીડિયાટ્રિશિયન મહિલા ડોક્ટર  લિન્ડલી ડોડસનની  હત્યા શા માટે કરી તે અંગે કોઈ કારણ જાણવા મળી શક્યું નથી.પરંતુ ડો.ભરતના મિત્રોના મંતવ્ય મુજબ ઉપરોક્ત મહિલા ડોક્ટર હજુ 6 મહિના પહેલા જ ઓસ્ટીન આવી હતી.તેના સાથે ડો.ભરત કૌટુંબિક સબંધ વધારવા ઉત્સુક હતો તથા તે પોતે કેન્સરથી પીડાતો હતો.તે કોઈનું મોત નિપજાવી શકે તેવો ક્રૂર નહોતો.

પોલીસ તપાસ ચાલુ છે.તેવું આઇએએન  દ્વારા જાણવા મળે છે.

 

(7:11 pm IST)