Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

શું આપ આરોગ્ય ઉપર થતી ઉંમરની અસર વિષે જાણવા ઉત્સુક છો ? : તો LCNL ટીમના ઉપક્રમે 13 જુલાઈ બુધવારના રોજ આયોજિત હેલ્થ સેમિનારમાં જોડાવાનો લહાવો : લંડનમાં સાઉથ હેરો મુકામે યોજાનારા સેમિનારમાં ઉંમરને કારણે શરીરમાં થતા ફેરફારો ,સાંધાના દુખાવા ,પાંચનતંત્ર ,તેમજ સામાજિક અને માનસિક અસરો વિષે વિદ્વાન તબીબો તથા નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવવાની તક : રુબરુ ,અથવા ઝૂમ ,અથવા ફેસબુકના માધ્યમથી જોડાઈ શકાશે

લંડન : શું આપ આરોગ્ય ઉપર થતી ઉંમરની અસર વિષે જાણવા ઉત્સુક છો ?.તો યુ.કે.સ્થિત લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન (LCNL) એજિંગ પોપ્યુલેશન ડિમેન્ટીયા ટીમના ઉપક્રમે 13 જુલાઈ બુધવારના રોજ હેલ્થ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં જોડાવાનો લહાવો લઇ શકો છો.

ધામેચા લોહાણા સેન્ટર ,બ્રેમ્બર રોડ ,સાઉથ હેરો ,HA2 8AX ખાતે યોજાનારા સેમિનારમાં રુબરુ ,અથવા ઝૂમ ,અથવા LCNL ના ફેસબુક માધ્યમથી જોડાઈ શકાશે.જેનો સમય રાત્રે 8 - 00 વાગ્યાથી 9 -30 કલાક ( યુ.કે.સમય મુજબ ) સુધીનો રાખવામાં આવ્યો છે.

ઝુમના માધ્યમથી મિટિંગ આઈ.ડી.: 850 5938 9547
પાસવર્ડ : AP2022 દ્વારા જોડાઈ શકાશે.
ઉપરાંત LCNL ના ફેસબુક પેજથી પણ જોડાઈ શકાશે.

ઉંમરને કારણે થતી શારીરિક તથા માનસિક અસરો વિષે સેમિનારમાં આપવામાં આવનારા માર્ગદર્શન અંતર્ગત શરીરમાં ઉંમરના કારણે થતા ફેરફારોની પ્રક્રિયા  વિષે ટીમના ચેરપર્સન પ્રોફેસર શ્રી ભિક કોટેચા માર્ગદર્શન આપશે .સાંધાના દુખાવા વિષે ડો.જીતેન્દ્ર કક્કડ ,પાંચનતંત્ર તથા ચયાપચયની ક્રિયાઓમાં થતા ફેરફારો વિષે ડો.દીપા મોદી ,તથા સામાજિક જીવન ઉપર થતી અસરો વિષે સુશ્રી જ્યોતિ જોશી માર્ગદર્શન આપશે.

બાદમાં  ડિમેન્ટીયા ટીમ દ્વારા પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.
સેમિનાર પૂર્ણ થયા બાદ હળવો નાસ્તો તથા ટિમને મળવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

 વિશેષ માહિતી શ્રી ચંદુભાઈ રૂઘાણી (AP કન્વીનર ) 07465 413067 ,શ્રી યતીન દાવડા (AP વાઇસ કન્વીનર) 07711 650698 , સુશ્રી મીના જસાણી (AP સેક્રેટરી) 07900 005719 , અથવા શ્રી  પ્રતાપ ખગ્રામ (સોશિઅલ સેક્રેટરી )  07906 878049  દ્વારા મેળવી શકાશે.

(1:22 pm IST)