Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાનમાં રહેતી અમેરિકન યુવતી સિન્થિયાને 15 દિવસમાં દેશ છોડવાનો આદેશ : 31 ઓગસ્ટના રોજ વિઝાની મુદત પુરી થયા પછી રીન્યુ કરવાનો ગૃહ મંત્રાલયનો ઇન્કાર : પૂર્વ ગૃહમંત્રી રહેમાન મલિક ઉપર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો

ઇસ્લામાબાદ : છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાનમાં રહેતી અમેરિકન યુવતી સિન્થિયા ડી રીચીને 15 દિવસમાં દેશ છોડવાનો આદેશ કરાયો છે. 31 ઓગસ્ટના રોજ વિઝાની મુદત પુરી થયા પછી તેના વિઝા  રીન્યુ કરવાનો ગૃહ મંત્રાલયે ઇન્કાર કર્યો છે.
પાકિસ્તાન પ્રેમી આ યુવતી ખૈબર પખ્તુનિસ્તાનમાં પુરાતત્વ વિભાગ સાથે સંકળાયેલી હતી.તે ડોક્યુમેન્ટરી પણ બનાવતી હતી.તેમજ અનેક  એનજીઓ સાથે જોડાયેલી હતી.
2011 ની સાલમાં તેણે પાકિસ્તાનના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર બેનઝીર ભૂતો વિષે અપમાનજનક ટિપ્પણી કરી હતી.તેણે  2011 ની સાલમાં પૂર્વ ગૃહ મંત્રી રહેમાન મલિક ઉપર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો.તથા પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર યુસુફ રઝા ગિલાની ઉપર યૌન શોષણનો આરોપ મુક્યો હતો.તેથી તેના વિરુદ્ધ કોર્ટ કેસ ચાલતો હતો.જેના અનુસંધાને કોર્ટએ તેના વિઝા રીન્યુ કરવા અંગે તાત્કાલિક નિર્ણય લેવા સરકારને અનુરોધ કરતા ઉપરોક્ત નિર્ણય લેવાયો હતો.

(7:33 pm IST)