Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

" એક સુનહરી શામ ,માતૃભૂમિ કે નામ " : નોનપ્રોફિટ ' સપોર્ટ ન્યુ ઇન્ડિયા ' ના ઉપક્રમે 26 સપ્ટેમ્બર શનિવારના રોજ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામ : ભારતના કલાકારો બોલીવુડ ગીતો તથા મ્યુઝિક સાથે વર્ચ્યુઅલ પ્રોગ્રામની મહેફિલ જમાવશે : યુટ્યુબ તથા ફેસબુક ઉપર જીવંત પ્રસારણ માણવાની તક

દિપ્તીબેન જાની દ્વારા , ન્યુજર્સી : નવેમ્બર 2019 માં નોનપ્રોફિટ ' સપોર્ટ ન્યુ ઇન્ડિયા ' નું લોન્ચિંગ કરાયા પછી જુલાઈ 2020 માં આયોજિત કરાયેલા પ્રથમ ફંડ રેઇઝિંગ પ્રોગ્રામને મળેલી સફળતાને ધ્યાને લઇ બીજો પ્રોગ્રામ 26 સપ્ટેમ્બર 2020 શનિવારના રોજ " એક સુનહરી શામ ,માતૃભૂમિ કે નામ " શીર્ષક સાથે  યોજવામાં આવ્યો છે. રાત્રે 8-30 કલાકે ( EST ) યોજાનારા આ વર્ચ્યુઅલ પ્રોગ્રામમાં ભારતના સુવિખ્યાત હેમંતકુમાર મહાલે ગ્રુપના ગાયકો હેમંતકુમાર મહાલે ,ડોક્ટર ગૌરી કવિ ,સર્વેશ મિશ્રા ,વૈભવ વશિષ્ઠ ,આલોક કતદારે ,તથા અમિત કાકડે મ્યુઝિકના સથવારે બોલીવુડ ગીતોની રમઝટ બોલાવશે.જેનું યુટ્યુબ તથા ફેસબુક ઉપર જીવંત પ્રસારણ કરાશે .
ભારતના છેવાડાના વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય ,શિક્ષણ ,ખોરાક ,તેમજ રોજગારી મળી રહે તે માટે મદદરૂપ થવાની શ્રી ગૌતમ પટેલની  ભાવના સાથે નવેમ્બર 2019 માં નોનપ્રોફિટ ' સપોર્ટ ન્યુ ઇન્ડિયા ' નું લોન્ચિંગ કરાયું હતું. જેમાં યુ.એસ.ના કોમ્યુનિટી અગ્રણીઓશ્રી પિયુષ પટેલ ,ન્યૂજર્સીના શ્રી શ્રીધર ચિલ્લારા ,પેન્સિલવેનિયાના શ્રી કિરણ પટેલ ,તથા નોર્થ કેરોલિનાના શ્રી નિમિષ ભટ્ટ ,સહિતના વોલન્ટિયર્સની ટિમ જોડાઈ હતી. જેઓ વતનના જરૂરિયાતમંદ લોકો માટે મદદરૂપ થવા કાર્યરત છે. તેમાં હવે અમેરિકાના 23 સ્ટેટના 80 ઉપરાંત વોલન્ટિયર્સ જોડાઈ ગયા છે.
આ નોનપ્રોફિટ ગ્રુપ દ્વારા ભેગી થતી રકમ ભારતમાં મહિલા સશક્તિકરણ ,ટુરિઝમ ,હેલ્થકેર ,ક્લોથ ડ્રાંઈવ્સ ,શિક્ષણ ,તેમજ કુદરતી આપત્તિઓ સમયે મદદરૂપ થવા  સહિતના હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એક અબજ ઉપરાંત વસતિ ધરાવતા દેશમાં સરકાર બધી  જગ્યાએ પહોંચી શકે નહીં તે સ્વાભાવિક છે. તેથી ઉપરોક્ત સંજોગોમાં દેશના છેવાડાના વિસ્તારો સુધી  રાહત પહોંચે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે. તેમજ છેવાડાના લોકો પણ પ્રાથમિક સુવિધાઓ મેળવી શકે તેવો પ્રયત્ન કરવામાં આવે છે.
નવેમ્બર 2019 માં સપોર્ટ ન્યુ ઇન્ડિયા ની શરૂઆત કર્યા પછી અત્યાર સુધીમાં 500 ગરમ સ્વેટર ,અનાજ ,પાણી ,આશ્રય ,તથા માસ્ક પુરા પાડવામાં આવ્યા છે.ઉપરાંત કોવિદ -19 ને કારણે જે ભારતીય સ્ટુડન્ટ્સ યુ.એસ.માં રોકાઈ જવા મજબુર બન્યા હતા તેમના માટે ભારતના કોન્સ્યુલ જનરલ સમક્ષ રજુઆત કરાઈ હતી.
આગામી દિવસોમાં સપોર્ટ ન્યુ ઇન્ડિયા ના ઉપક્રમે મહિલાઓને સેનેટરી નેપકીન , કૃષિ ક્ષેત્રે રોજગારી ,આરોગ્ય નિદાન ,રોગો થતા અટકાવવા માટે રસી ,સૈનિકોની વિધવાઓ તથા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ સાથે રોજગારી મળે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરવો સહિતના આયોજનો છે.
આગામી 26 સપ્ટેમ્બરના રોજ યોજાનારા " એક સુનહરી શામ ,માતૃભૂમિ કે નામ " પ્રોગ્રામ વિષે માહિતી માટે તેમજ સ્પોનશરશિપ માટે અથવા ડોનેશન આપવા માટે ઓર્ગેનાઈઝેશનની વેબસાઈટ www.supportnewindia.org /donation.htm અને  info@www.supportnewindia.org દ્વારા  ડો.તુષાર બી.પટેલ તથા શ્રી ગૌતમ પટેલનો સંપર્ક સાધી શકાશે . શ્રી ગૌતમ પટેલનો કોન્ટેક નંબર + 1 540  204 7515 તથા શ્રી બ્રિજેશ અમીનનો કોન્ટેક નંબર + 1 404 542 0276 છે. તેવું  શ્રી તુષાર પટેલની યાદીમાં જણાવાયું છે.
 

(3:31 pm IST)