Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોવિદ -19 કરતા પણ મોટો પડકાર ભુખમરાનો છે : ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના પેટનો ખાડો પુરવા આપણે સહુએ સહિયારો પુરુષાર્થ કરવો જરૂરી : અમદાવાદમાં શ્રી સેવા ફાઉન્ડેશનના સુશ્રી અમીબેન મોદીએ 3 લાખ 70 હજાર ફૂડ કીટ્સ વહેંચી ભૂખ્યાજનોની આંતરડી ઠારી : દુબઇ સ્થિત એનઆરઆઈ શ્રી સંદીપ મહેતાએ આર્થિક સહાય ઉપરાંત વિનામૂલ્યે નાણાકીય અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું

દુબઇ : દુબઇ સ્થિત એનઆરઆઈ શ્રી સંદીપ મહેતા જણાવે છે કે દેશમાં કોવિદ -19 કરતા પણ મોટો પડકાર ભુખમરાનો છે .તેમણે જણાવ્યું હતું કે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના પેટનો ખાડો પુરવા આપણે સહુએ સહિયારો પુરુષાર્થ કરવો જરૂરી છે.આ અંગે તેઓએ  જણાવ્યું હતું કે 10 હજાર જેટલા જરૂરિયાતમંદોને ફૂડ કિટ્સનું વિતરણ કર્યું હતું.અને  2500 ફૂડ કીટ માટે ચુકવણું પણ કર્યું હતું .તેમજ અમદાવાદમાં શ્રી સેવા ફાઉન્ડેશનના સુશ્રી અમીબેન મોદીએ 3 લાખ 70 હજાર ફૂડ કીટ્સ વહેંચી ભૂખ્યાજનોની આંતરડી ઠારી હતી.
            તેમણે ઉમેર્યું હતું કે આપણે કઈ રીતે ઘેર બેઠા જરૂરિયાતમંદ લોકોની સેવા કરી  શકીએ તે અંગે  એક એનઆરઆઈ તરીકેનો મારો અનુભવ વર્ણવું છું .જે મુજબ દુબઈમાં રહેતા એનઆરઆઈ ને ઇમેઇલ દ્વારા હેલ્થ મેનેજમેન્ટ અંગે અને  ટેક્સ સેવિંગ અંગે વિનામૂલ્યે  માર્ગદર્શન આપવું ,ફી લીધા વિના માત્ર કુરીઅર ચાર્જ લઇ કાયદાકીય માર્ગદર્શન આપવું ,વિનામૂલ્યે તબીબી સેવાઓ મળે તે માટે કોન્સ્યુલેટ દ્વારા આયોજન કરાવવું ,મારી માલિકીની મિલકતના ભાડામાં દસ ટકા રાહત કરી આપવી ,પીપીઈ કીટ્સની હોલસેલર પાસેથી ખરીદી કરી ગુજરાતના લોકોને ઘટાડેલી કિંમતે પુરી પાડવી ,સ્થાનિક સેવાકીય સંસ્થાઓને આ મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા ભેગી કરેલી રકમની વહેંચણી માટે માર્ગદર્શન પૂરું પાડવું .
            ઉપરાંત ફૂડ વિતરણ માટે અમદાવાદ ,સુરત ,અને રાજકોટની એનજીઓને દરેકને  રૂપિયા 50 હજાર વ્યક્તિગત ડોનેશન આપવાનું કાર્ય પ્રક્રિયા હેઠળ છે.તેવું શ્રી સંદીપ મહેતાએ જણાવ્યું હતું.
            છેલ્લા 75 દિવસ દરમિયાન યુ.એ.ઈ.સ્થિત ગુજરાતી કોમ્યુનિટી માટે  બજાવેલી સેવાઓ અંગે શ્રી મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદ શ્રી સેવા મારફત ફૂડ કિટ્સનું વિતરણ તેમજ 1 લાખ રૂપિયા આપી 2500 ફૂડ કીટ્સ અપાવી.યુ.એ.ઈ.માં વસતા ગુજરાતીઓ તેમજ ભારતીયોને 15 હજાર ફૂડ કિટ્સનું વિતરણ કર્યું.શારજાહ તથા દુબઈમાં વસતા અને નોકરી ગુમાવી બેઠેલા જરૂરિયાતમંદ લોકોને ફૂડ રેશન અને ગ્રોસરીનું વિતરણ કરાવ્યું.સેવા મિશનના સહયોગ સાથે ગુજરાતી તેમજ નોન ગુજરાતી લોકોનું મેડિકલ ચેકઅપ  કરાવી આપ્યું .સોશિઅલ મીડિયાના માધ્યમ દ્વારા કોવિદ -19 થી ત્રસ્ત લોકોને મદદરૂપ થવા ઝુંબેશ ચલાવી.તથા સમાજના અગ્રણીઓને પત્ર લખ્યા.કોવિદ -19 ના કારણે શારજાહ તથા દુબઈમાં ફસાયેલા ભારતીયો વતનમાં જઈ શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા કેન્દ્રીય મિનિસ્ટર હરદીપ પૂરીને પત્ર લખી વંદે ભારત મિશનની ફ્લાઇટ વધારવા વિનંતી કરી .નોકરી ગુમાવી બેઠેલાઓને રોજગારી મળે તે માટે પ્રયત્નો કર્યા.કાયદાકીય માર્ગદર્શન આપ્યું.યુવા પેઢીને પોઝિટિવ થીંકીંગ અંગે માર્ગદર્શન આપ્યું.તેમજ ગુજરાતીઓના પ્રશ્નો હલ કરવા માટે સ્થાનિક કોન્સ્યુલેટ સ્ટાફ સાથે ચર્ચાઓ કરી.તેઓ ફેસબુક એક વ્હોટ્સ એપનો ઉપયોગ કરવાને બદલે જરૂરિયાતમંદોને મદદરૂપ થવાનું વધુ પસંદ કરે છે.
             શ્રી મહેતા દ્વારા ચલાવાયેલી આ સેવાકીય ઝુંબેશને કારણે યુ.એ.ઈ.માં વસતા 20 હજાર જેટલા ગુજરાતીઓને મદદ કરી શકાઈ છે.તેમના આ સેવાકીય કાર્યમાં મદદરૂપ થનારાઓમાં જૈન અગ્રણી  શ્રી ચેતનભાઈ કારાની ,પટેલ સમાજ લીડર શ્રી ભરતભાઈ નરોડા ,ગુજરાતી કોમ્યુનિટી લીડર શ્રી જવાહરભાઇ મહેતા ,ગુજરાતી તથા રાજસ્થાની કોમ્યુનિટી લીડર શ્રી નિમિષભાઇ મકવાણા ,જૈન સમાજ અગ્રણી શ્રી રાજુભાઈ કોઠારી ,સોની સમાજના શ્રી દિલીપભાઈ સોની ,સ્વ.ભરતભાઈ શાહના પુત્ર શ્રી   કેતનભાઈ શાહ ,ડાયમંડ કોમ્યુનિટી મેમ્બર  શ્રી તરુણભાઇ  ભોદિયા ,સહિતનાઓનો સમાવેશ થાય છે.
             તેમણે કુપોષણ અને તેના કારણે થતા આરોગ્યને લગતા પ્રશ્નોની પણ છણાવટ કરી છે.અને સમાજ સામે લાલબત્તી ધરવાનું કાર્ય કર્યું છે.તેવું જાણવા મળે છે.
તેઓ દુબઇ મુકામે ઇન્ટર નેશનલ ફાઇનાન્શિયલ એડવાઈઝર તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમનો કોન્ટેક નંબર +971504585244  તથા ઇમેઇલ sandeepmehtadxb@gmail.com   છે.

(8:34 pm IST)