Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ચીનમાં ઉઇગર મુસ્લિમોના માનવ અધિકારોનો ભંગ થઇ રહ્યો છે : પાકિસ્તાન ,તુર્કી ,સહિતના મુસ્લિમ રાષ્ટ્રો ચૂપ હોવાથી બ્રિટનમાં સ્વતંત્ર ટ્રિબ્યુનલની રચના કરાશે : લોકમત જાગૃત કરી તપાસ કરાવવા થઇ રહેલી તૈયારી

લંડન : ચીનના શિનજિયાંગ પ્રાંતમાં વસતા ઉઇગર મુસ્લિમોના માનવ અધિકારોનું કોમ્યુનિસ્ટ સરકાર દ્વારા ખુલ્લેઆમ શોષણ થઇ રહ્યું છે.તેમની મસ્જિદોને પણ જાહેર સાર્વજનિક સ્થળમાં ફેરવી નાખવામાં આવી છે.તેઓના માનવ અધિકારોના ભંગ સામે પાકિસ્તાન ,તુર્કી ,સહિતના મુસ્લિમ રાષ્ટ્રો પણ ચૂપ છે.કારણકે તેઓ ચીન પાસેથી મદદ મેળવી રહ્યા છે.
આ સંજોગોમાં બ્રિટનમાં સ્વતંત્ર ટ્રિબ્યુનલની રચના થવા જઈ રહી હોવાનું જાણવા મળે છે.જેના દ્વારા આંતર રાષ્ટ્રીય કોર્ટના એડવોકેટની સલાહ લેવાનું ચાલુ છે.જેથી ભવિષ્યમાં આંતર રાષ્ટ્રીય કોર્ટમાં પણ મામલો લઇ જવાય તેવી શક્યતા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:26 pm IST)