Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

ઈરાની મૂળના કેનેડિયન લેખક અરમીન નવાબીએ ટવીટરના માધ્યમથી હિન્દૂ દેવી દેવતાઓની નિંદા કરતા હોબાળો : વિશ્વ હિન્દૂ પરિષદે ફરિયાદ કરી

ન્યુદિલ્હી : ઈરાની મૂળના કેનેડિયન લેખક અરમીન નવાબીએ ટવીટરના માધ્યમથી હિન્દૂ દેવી દેવતાઓની નિંદા કરતા ભારે હોબાળો મચી જવા પામ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
આવી નિંદા ટ્વીટર ઉપરથી હટાવી લેવા વિશ્વ હિન્દૂ પરિષદે ટવીટરના સંચાલકો સમક્ષ રજુઆત કર્યા પછી પણ કંઈ પગલાં નહીં લેવાતા કેનેડાના પ્રાઈમ મિનિસ્ટર તથા ભારતના વડાપ્રધાનને પત્ર લખી ફરિયાદની નકલ મોકલી છે .

(8:05 pm IST)
  • એવા સાંસદોને સંસદની બહાર રાહ જોવી પડશે : લોકસભા-રાજયસભામાં કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના જે સાંસદ આવશે તો રિસેપ્શન ઉપર તેનો કોરોના ટેસ્ટ કરી અપાશે અને જયાં સુધી રીઝલ્ટ નહિ આવે ત્યા સુધી આ સાંસદે બહાર રાહ જોવી પડશે સંસદના સેક્રેટરીઓ જાહેર કરેલ ગાઇડ લાઇન મુજબ આ પગલા લેવાયા છે. access_time 12:50 pm IST

  • રાજકોટઃ લાયન નિરજ અઢીયા જણાવે છે કે મગફળીમાં સંપૂર્ણ નુકશાન નથી ગયું. વધુમાં વધુ ૧૫ ટકા નુકશાન થયાનું હું માનું છું. તેઓ તેમના ખેતરમાં મગફળી સાથે નજર પડે છે. access_time 5:49 pm IST

  • ચીન ભારત ઉપર દાદાગીરી કરશે? અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું ચીન ભારતને ડરાવશે-ધમકાવશે? ટ્રમ્પે કહ્યું હું આશા રાખુ કે આવુ નહીં કરે... પણ તેઓ આવુ ચોક્કસ કરી શકે છે અનેક લોકોએ વિચાર્યું પણ ન હોય તેટલી હદે ચીન આવું કંઇ પણ કરી શકે છે. તેમ ટ્રમ્પે ઉમરલ access_time 1:00 pm IST