Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

કેલિફોર્નિયામાં 8 મહિનાની માસૂમ બાળકી સહિત શીખ પરિવારનું અપહરણ : પંજાબ સ્થિત માતાપિતા તથા આપ્તજનો સ્તબ્ધ : અમેરિકા જવાની તૈયારી


પંજાબ : અમેરિકાના કેલિફોર્નિયામાં 8 મહિનાના બાળક સહિત ચાર સભ્યોના શીખ પરિવારનું અપહરણ કરવામાં આવ્યું છે. આ કેસમાં એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

અપહરણની આ ઘટના બાદ ડો. રણધીર સિંહ અને માતા ક્રિપાલ કૌર આઘાતમાં છે. રણધીર આરોગ્ય વિભાગમાંથી અને કૃપાલ શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયા છે. રણધીર 29 સપ્ટેમ્બરે અમેરિકાથી ભારત પરત  ફર્યા હતા .

આ શીખ પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરના હરસી પિંડનો છે. ચારેય સભ્યોનું સોમવારે મર્સિડ કાઉન્ટીમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેમની ઓળખ આઠ મહિનાની આરુહી ઢેરી, તેની માતા જસલીન કૌર (27), પિતા જસદીપ સિંહ (36) અને કાકા અમનદીપ સિંહ (39) તરીકે થઈ છે. સોમવારે મોડી રાત્રે પરિવારની કાર બળેલી હાલતમાં મળી આવી હતી, જેના આધારે અધિકારીઓએ નક્કી કર્યું કે ચારેયનું અપહરણ કરવામાં આવ્યું છે.

ઇન્ટેલિજન્સ અધિકારીઓને મંગળવારે સવારે માહિતી મળી હતી કે મર્સિડ કાઉન્ટીના એટીએમમાં પીડિતાના બેંક કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મર્સિડ કાઉન્ટી શેરિફ ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "તપાસકર્તાઓએ બેંક ટ્રાન્ઝેક્શન કરતી વ્યક્તિનો ફોટોગ્રાફ મેળવ્યો હતો જે અપહરણ સ્થળ પર મળેલા ચિત્રમાંના વ્યક્તિ સાથે ખૂબ જ મળતો આવતો હતો. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:12 pm IST)