Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ ભારતીય મૂળના સુશ્રી કમલા હેરિસે સાન ફ્રાન્સિસ્કોમાં આવેલો પોતાનો ફ્લેટ વેચ્યો : ખરીદ કિંમત કરતા ત્રણ ગણા નાણાં ઉપજ્યા

વોશિંગટન : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા  ભારતીય મૂળના સુશ્રી કમલા હેરિસે સાન ફ્રાન્સિસ્કોમાં આવેલો પોતાનો ફ્લેટ વેચી નાખ્યો હોવાનું જાણવા મળે છે.

આ ફ્લેટ તેમણે 1998 ની સાલમાં 2.99 લાખ ડોલરમાં ખરીદ્યો હતો. જેના અંદાજે ત્રણ ગણા નાણાં ઉપજ્યાં છે. એક હજાર સ્કેવર ફૂટ વિસ્તાર ધરાવતા તેમના આ ફ્લેટના  8.60 લાખ ડોલર ઉપજ્યાં છે. જે ભારતીય રૂપિયામાં અંદાજે 6.31 કરોડ રૂપિયા જેટલી રકમ થવા જાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:09 pm IST)