Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

અમેરિકામાં વંશીય ભેદભાવનો વધુ એક બનાવ : મેનહટનના ચર્ચ જઇ રહેલી બુઝર્ગ ઉંમરની એશિયન મહિલાની ગોરા શખ્સે પીટાઈ કરી : સુરક્ષા ગાર્ડે મહિલાનો બચાવ કરવાને બદલે મૂક દર્શક બની જોયા કર્યું : મહિલા ઉપર થયેલા હુમલાનો વિડિઓ વાઇરલ : સુરક્ષા ગાર્ડ સસ્પેન્ડ

મેનહટન : અમેરિકામાં એશિયન અમેરિકન પ્રજાજનો સાથે થઇ રહેલા વંશીય ભેદભાવનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.

જે મુજબ મેનહટનના ચર્ચ જઇ રહેલી 65 વર્ષીય એક બુઝર્ગ ઉંમરની એશિયન મહિલાની એક ગોરા શખ્સે પીટાઈ કરીહતી. મહિલાને જમીન ઉપર પછાડી દઈ તેના માથા ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતા. તેમજ વંશીય ટિપ્પણી પણ કરી હતી.તેમછતાં આ સમયે હાજર બે સુરક્ષાકર્મીઓએ  મહિલાનો બચાવ કરવાને બદલે માત્ર મૂક પ્રેક્ષક બની બનાવ જોયા રાખ્યો હતો. જેનો વિડિઓ વાઇરલ થતા બંને કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

જોકે પ્રેસિડન્ટ બીડને ગઈકાલ મંગળવારે કહ્યું હતું કે એશિયન પ્રજાજનો સાથે થઇ રહેલા વંશીય ભેદભાવ અને હુમલાઓ સામે અમે ચૂપ નહીં બેઠા રહીએ.વંશીય ભેદભાવ મિટાવવા મુદ્દે અમે મક્કમ છીએ.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:47 pm IST)