Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

અમેરિકાના નોર્થ એટલાન્ટામાં વસતા ગુજરાતીઓનો વતનપ્રેમ : ભારતના નારાયણ સેવા સંસ્થાનને 1.64 કરોડ રૂપિયાનું ડોનેશન : વતનમાં વસતા દિવ્યાંગોને મદદરૂપ થવાનો હેતુ

એટલાન્ટા : ટીપે ટીપે સરોવર ભરાય તે કહેવતને યુ.એસ.ના  એટલાન્ટા જ્યોર્જિયામાં ગુજરાતી કલ્ચરલ એસોસિએશન ઓફ નોર્થ એટલાન્ટા (GCANA) ના 350 યુવાનોએ સાચી પુરવાર કરી બતાવી છે. 2019 ની સાલના સમર કેમ્પના શિબિરાર્થીઓએ  આ કહેવતના ખરા અર્થનો અહેસાસ કર્યો . તેઓએ પોતાનું 2019 ની સાલનું ઉનાળુ વેકેશન વધુ સારી સેવાઓ  આપવા માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું .  'સેવા પ્રોજેક્ટ' દ્વારા તેમના સાહસથી તેમણે મોટી રકમ એકત્ર કરી બતાવી હતી. જે અંતર્ગત  186342.08 ડોલર ( અંદાજે 1.34 કરોડ રૂપિયા )  એકત્ર કરી બતાવ્યા હતા. જે આગામી દિવસોમાં  જુદા જુદા દિવ્યાંગ  લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

એટલાન્ટાના ગુજરાતી કલચરલ એશોશિએશન ઓફ નોર્થ દ્વારા એકત્ર કરાયેલું આ ભંડોળ  રાજસ્થાનના ઉદેપુર  સ્થિત નારાયણ સેવા સંસ્થાન  (એનએસએસ) દ્વારા સેવા ‘નારાયણ લિમબ્સ એન્ડ  કેલિપર્સ’ ના પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ સેન્ટ્રલ ફેબ્રિકેશન સેન્ટરના આધુનિકરણ માટે કરવામાં આવશે. જે અંતર્ગત  જુદા જુદા દિવ્યાંગ  લોકોના લાભાર્થે આયોજિત શિબિરો માટે મફત પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ પ્રદાન કરશે .

ઉલ્લેખનીય છે કે જ્યોર્જિયામાં આવેલા આ GCANA ના ઉપક્રમે દર વર્ષે સેવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવે છે.જેના દ્વારા એકત્ર થતું ફંડ ચેરિટી માટે વાપરવામાં આવે છે.તેવું એનઆરઆઈપી દ્વારા જાણવા મળે છે.

(6:25 pm IST)