Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

પાકિસ્તાની ગુંડાઓની હેવાનિયત : બ્રિટિશ યુવતી લગ્ન કરવા સંમત ન થતા મારી નાખી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ગુંડાઓએ હેવાનિયતની પરાકાષ્ટા સર્જી દીધી છે. જે મુજબ એક બ્રિટિશ યુવતી લગ્ન કરવા સંમત ન થતા તેને મોતને ઘાટ ઉતારી દીધી છે.

પ્રાપ્ત વિગત મુજબ બ્રિટનથી પાકિસ્તાન આવેલી એક યુવતીની પાકિસ્તાની ગુંડાઓએ  હત્યા કરી નાખી છે. આ ગુંડાઓ બ્રિટિશ વિદ્યાર્થીની  સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતા હતા અને પરિણામ ભોગવવાની ધમકી આપી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ગુંડાઓને સ્થાનિક પોલીસનો પણ સાથ હતો.

પાકિસ્તાનના લાહોર શહેરમાં બ્રિટીશ વિદ્યાર્થીની  મહિરા ઝુલ્ફિકરની ગોળીથી હત્યા કરાઈ હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની ગુંડાઓએ વિદ્યાર્થીની  સાથે બળજબરીથી લગ્ન કરવા માંગતા હતા પરંતુ તેણે ના પાડતા  તેઓએ તેમની હત્યા કરી નાખી હતી

પીડિતા મિત્રના લગ્નમાં ભાગ લેવા પાકિસ્તાન આવી હતી પરંતુ લાહોરમાં રોકાઈ હતી. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:06 pm IST)
  • દેશના અનેક ભાગોમાં કોરોના પોઝિટિવિટીનો આંક ખૂબ જ ઊંચો એનો અર્થ એ કે પ્રત્યેક સો માંથી નીચે જણાવેલ ટકા લોકોને કોરોના પોઝિટિવ, ચેકિંગ દરમિયાન જોવા મળે છે. ગોવા ૫૧.૬૭%; બેંગ્લોર ૩૯%; કર્ણાટક ૩૨%; પશ્ચિમ બંગાળ ૩૦%; હરિયાણા ૩૦%; દિલ્હી ૨૭%; કેરળ ૨૫%; પુડુચેરી ૨૭%; મધ્ય પ્રદેશ ૧૯℅; ઉત્તરાખન્ડ ૧૭%; સમગ્ર ભારત ૧૯%: ન્યૂઝફર્સ્ટ access_time 9:33 am IST

  • નેપાળમાં પ્રાઈમ મિનિસ્ટર કે.પી.ઓલીની સરકાર સંકટમાં : પુષ્પ કમલ પ્રચંડની પાર્ટીએ સમર્થન પાછું ખેંચ્યું : લઘુમતીમાં આવી જવાથી અવિશ્વાસનો પ્રસ્તાવ રજુ થાય તે પહેલા જ રાજીનામુ આપી દે તેવી શક્યતા access_time 12:36 pm IST

  • બંગાળના CM બન્યા બાદ તરત મમતા બેનર્જીની કોરોના પર મોટી બેઠક : લાગુ પાડ્યાં નવા પ્રતિબંધો : આવતીકાલથી લોકલ ટ્રેન બંધ રાખવાનો નિર્ણય : શોપિંગ કોમ્પલેક્સ, જિમ, સિનેમા હોલ, બ્યુર પાર્લર, પૂલ બંધ access_time 11:53 pm IST