Gujarati News

Gujarati News

News of Sunday, 6th June 2021

ઇન્ડિયન અમેરિકન સર્જન જનરલ વિવેક મુર્થીના પિતાનો વતનપ્રેમ : કર્ણાટકની હોસ્પિટલોમાં 1.40 કરોડ રૂપિયાના મેડિકલ ઉપકરણો મોકલ્યા :70 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ , 4 વેન્ટિલેટર, એન 95 માસ્ક, રેસ્પિરેટર માસ્ક, સ્ટેપ ટ્રાન્સફોર્મર , સહિતની વસ્તુઓ ધરાવતું જહાજ રવાના

કર્ણાટક : યુ.એસ.એ.ના ઇન્ડિયન અમેરિકન સર્જન જનરલ વિવેક મુર્થીના પિતાશ્રી લક્ષ્મી નરસિંહા મુર્થી સંચાલિત સ્કોપ ફાઉન્ડેશનના ઉપક્રમે કર્ણાટકની હોસ્પિટલોમાં 1.40 કરોડ રૂપિયાના મેડિકલ ઉપકરણો મોકલવામાં આવ્યા છે.

જેમાં 70 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ , 4 વેન્ટિલેટર, એન 95 માસ્ક, રેસ્પિરેટર માસ્ક, સ્ટેપ ટ્રાન્સફોર્મર સહિતની  વસ્તુઓનો સમાવેશ થાય છે.
આ ઉપકરણો સાથેનું જહાજ અમેરિકાથી રવાના થઇ ચૂક્યું છે.

વતન  કર્ણાટકથી હજારો જોજન દૂર સ્થાયી થયેલા મુર્થી પરિવારે કોવિદ -19 સંજોગોમાં પોતાના વતનને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી વતન પ્રેમ દર્શાવ્યો છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

 

(7:51 pm IST)