Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

' ફ્રી હેલ્થ કેમ્પ ' : અમેરિકામાં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યૂજર્સી (IHCNJ) ના ઉપક્રમે 10 જુલાઈ 2022 ના રોજ કરવામાં આવેલું આયોજન : શ્રી વિવેકાનંદ ટેમ્પલ (બાલાજી મંદિર) બ્રિજવોટર ખાતે આયોજિત કેમ્પનો સમય સવારે 8 - 30 થી બપોરે 12 -00 વાગ્યા સુધીનો રહેશે : બ્લડ ટેસ્ટ ,EKG ,આંખ તથા દાંતનું નિદાન , કેન્સર નિદાન તથા તેને થતું અટકાવવા માર્ગદર્શન ,ફિઝિકલ થેરાપી ,ફાર્મસી ,ડાયેટરી ,વેઇટ મેનેજમેન્ટ તથા મેન્ટલ હેલ્થ ઉપરાંત રોગો થતા અટકાવવા સહિતની સેવાઓ : 40 વર્ષથી વધુ વયના ,વીમો નહીં ધરાવતા અથવા ઓછી આવકવાળા લોકો વિનામૂલ્યે લાભ લઇ શકશે : રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2022


દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં ઇન્ડિયન હેલ્થ કેમ્પ ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે 10 જુલાઈ 2022 ના રોજ  ' ફ્રી હેલ્થ કેમ્પ 'નું આયોજન કરાયું છે. શ્રી વિવેકાનંદ ટેમ્પલ ( બાલાજી મંદિર ) ટેમ્પલ કોમ્યુનિટી સેન્ટર ,બાલાજી મંદિર , 1 બાલાજી ટેમ્પલ ડ્રાયવ ,બ્રિજવોટર ન્યુજર્સી ( 908 -725 -4477 ) ખાતે આયોજિત કેમ્પનો સમય સવારે 8 - 30 થી બપોરે 12 -00 વાગ્યા સુધીનો રહેશે .

જેમાં બ્લડ ટેસ્ટ , ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (EKG) ,આંખ તથા દાંતનું નિદાન , કેન્સર નિદાન તથા તેને થતું અટકાવવા માર્ગદર્શન , શારીરિક તપાસ ,કાર્ડિયોલોજી મૂલ્યાંકન ,ફિઝિકલ થેરાપી ,ફાર્મસી ,ડાયેટરી ,વેઇટ મેનેજમેન્ટ તથા મેન્ટલ હેલ્થ ઉપરાંત રોગો થતા અટકાવવા સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવાશે . 40 વર્ષથી વધુ વયના ,વીમો નહીં ધરાવતા અથવા ઓછી આવકવાળા લોકો વિનામૂલ્યે લાભ લઇ શકશે . રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 2 જુલાઈ 2022 રાખવામાં આવી છે.

કેમ્પમાં શામેલ થવા માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ વેબસાઈટ www.IHCNJ.org.દ્વારા મેળવી શકાશે.જેમાં આપવામાં આવેલી સૂચનાઓ યોગ્ય રીતે ભરી મોડામાં મોડું 2 જુલાઈ 2022 સુધીમાં ઓનલાઇન મોકલી દેવાનું રહેશે.પેપર કોપી કે ઈમેલ કોપી સ્વીકારવામાં નહીં આવે.કાયદાકીય કે લીગલ પ્રશ્નો વોક ઈન નહીં રહે.

વિશેષ માહિતી શ્રી શિરીષ પારેખ 908 -468 -7829 અથવા ડો.તુષાર પટેલ 848 -391 -0499 દ્વારા મેળવી શકાશે.

(12:37 pm IST)