Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ચીનમાં અભ્યાસ કરતો ભારતનો વિદ્યાર્થી મૃતક હાલતમાં મળી આવ્યો : તિયાનજિંગ શહેરની યુનિવર્સીટીનો સ્ટુડન્ટ 20 વર્ષીય અમન નાગસેન બિહારના ગયા જિલ્લાનો રહેવાસી હતો

બેજિંગ : ચીનના તિયાનજિંગ શહેરની યુનિવર્સીટીમાં બિઝનેસ એડ્મીનીસ્ટ્રેશનનો અભ્યાસ કરતો ભારતના બિહારના ગયા જિલ્લાનો રહેવાસી 20 વર્ષીય અમન નાગસેન 29 જુલાઈના રોજ તેના રૂમમાંથી મૃતક હાલતમાં મળી આવ્યો હતો.

અમનના મૃત્યુનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે. કોવિદ -19 સંજોગોમાં તે ચીનમાં રોકાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે કોવિદ -19 સંજોગોમાં ચીનથી ભારત આવેલા 23 હજાર જેટલા સ્ટુડન્ટ્સ આંતર રાષ્ટ્રીય હવાઈ યાત્રા ઉપર પ્રતિબંધને કારણે ભારતમાં રોકાઈ જવા મજબુર બન્યા છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(6:48 pm IST)