Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઓપરેશન ચાઇલ્ડ પ્રોટેક્ટર : અમેરિકાના ફ્લોરિડામાં સગીરોને સેક્સ પ્રવૃત્તિમાં જોડાવા દબાણ કરતા કૌભાંડનો પર્દાફાર્શ : ગુપ્ત રીતે કરાયેલી તપાસમાં બાળકોને ફસાવતા 26 થી 47 વર્ષની વયના 17 શકમંદો પકડાયા

ફ્લોરિડા : અમેરિકાના ફ્લોરિડામાં હાથ ધરાયેલા ઓપરેશન ચાઇલ્ડ પ્રોટેક્ટર ઓપરેશન દરમિયાન સગીરોને સેક્સ પ્રવૃત્તિમાં જોડાવા દબાણ કરતા કૌભાંડનો પર્દાફાર્શ થવા પામ્યો છે. ડિટેક્ટિવો દ્વારા સતત 6 દિવસ સુધી હાથ ધરાયેલી ગુપ્ત તપાસ દરમિયાન 26 થી 47 વર્ષની વયના 17 શકમંદો પકડાયા છે.જેઓની ધરપકડ કરવામાં આવી છે.

મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પોલ્ક કાઉન્ટીના શેરિફ ગ્રેડી જુડે "ઓપરેશન ચાઇલ્ડ પ્રોટેક્ટર" તરીકે ઓળખાતી સંયુક્ત તપાસનો ખુલાસો કર્યો હતો. 27 જુલાઇથી 1 ઓગસ્ટ સતત 6 દિવસ સુધી ચાલેલી ગુપ્ત તપાસમાં જાણવા મળ્યા મુજબ  ડિટેક્ટિવો જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને મોબાઇલ એપ્લિકેશન્સમાં ગયા હતા.જેથી બાળકોને દબાણ પૂર્વક સેક્સ માટે જોડાવા ફસાવતા અને ઓનલાઇન શિકાર કરતા વ્યક્તિઓને પકડી શકાય.

શેરિફના  જણાવ્યા મુજબ, શકમંદો પોલ કાઉન્ટીમાં અજાણ્યા સ્થળે જુદા જુદા સમયે દેખાયા હતા. જેઓ બાળકોને ફસાવવા માટે આવ્યા હતા . જે અંતર્ગત સત્તાવાળાઓએ કુલ મળીને 26 થી 47 વર્ષની વયના 17 શકમંદોની ધરપકડ કરી હતી. જે પૈકી ત્રણ શકમંદો વોલ્ટ ડિઝનીના કર્મચારી હોવાનું બહાર આવ્યું છે.

તમામ શકમંદો ઉપર કુલ 49 ગુનાહિત આરોપો અને બે દુષ્કર્મના આરોપો લગાવાયા છે.તેવું ઓ એ એન દ્વારા જાણવા મળે છે.

(11:09 am IST)