Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

હવે બૌધ મઠ ઉપર ચીનની કરડી નજર : ગાન્સુ પ્રાંતમાં આવેલો એક બૌધ મઠ ફરજીયાત બંધ કરાવાયો : દરેક તિબેટીયન મંદિર અને મઠનો નાશ કરવાની તૈયારી : બૌધ ભિક્ષુકોનું વિરોધ પ્રદર્શન

બેજિંગ : તિબેટને ધ્યાનમાં રાખી ચીનની દમન નીતિ હજુ પણ ચાલુ છે. જે મુજબ તાજેતરમાં ચીનના ગાન્સુ પ્રાંતમાં આવેલો  એક બૌધ મઠ ફરજીયાત બંધ કરાવાયો હોવાનું જાણવા મળે છે. દરેક તિબેટીયન મંદિર અને મઠનો નાશ કરવાની તૈયારી થઇ રહી છે. જેના અનુસંધાને બૌધ ભિક્ષુકોએ બેજિંગમાં વિરોધ પ્રદર્શનો કર્યા છે.

રેડિયો ફ્રી એશિયાએ યુએસ સ્થિત ટિપ્પણીકર્તા મા ઝુને ટાંકીને કહ્યું છે કે ગાન્સુ વહીવટીતંત્રે સાધુઓને કાઢી મૂકી તિબેટીયન આશ્રમ બળજબરીથી બંધ કરી દીધો છે. વહીવટીતંત્રે મઠ સાથે જોડાયેલા કેટલાય લોકોને કસ્ટડીમાં પણ લીધા છે. આ ઘટના અંગેના એક વિડીયોમાં બૌદ્ધ સાધુઓના સમૂહને બેનરો સાથેદર્શાવાયા હતા જેમાં લખ્યું હતું કે, 'સાધુઓની બળજબરીથી અટકાયત ગેરકાયદેસર અને અસ્વીકાર્ય છે  .

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, મા ઝુએ અહેવાલ આપ્યો છે કે ચીની સત્તાવાળાઓ હાન ચાઈનીઝ ક્ષેત્રમાં દરેક તિબેટીયન મંદિર અને મઠનો નાશ કરવાની તૈયારી કરી રહ્યા છે. મઠોમાં સાધુઓને બળજબરીથી 'દેશભક્તિનું શિક્ષણ' આપવામાં આવી રહ્યું છે જે તિબેટીયન બૌદ્ધ ધર્મના મૂળ સિદ્ધાંતો વિરુદ્ધ છે. સાધુઓને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની કડક માર્ગદર્શિકાનું પાલન કરવાની ફરજ પડી રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:47 am IST)