Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

પાકિસ્તાનમાં શીખ યુવાન લાપત્તા : પેશાવરમાં રહેતો 25 વર્ષીય શીખ યુવાન અવિનાશ સિંહ બુધવાર રાતથી લાપત્તા હોવાથી તેના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી : 3 શકમંદ શખ્સોની ધરપકડ

પેશાવર : પાકિસ્તાનમાં રહેતા શીખ પરિવારનો એક 20 થી 25 વર્ષની ઉંમરનો શીખ યુવાન અવિનાશ સિંહ બુધવાર રાતથી લાપત્તા થયો છે.આથી તેના ભાઈ પરવિન્દર સિંહે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ત્રણ શકમંદ શખ્સોની ધરપકડ કરી છે.

શહેરના પોલીસ અધિકારી અહેસાન અબ્બાસે પોલીસ કર્મીની ટિમ બનાવી યુવાનની શોધખોળ શરૂ કરતા યુવાનના મોબાઈલ ડેટાના આધારે ત્રણ શકમંદ શખ્સોને સકંજામાં લીધા છે. અને પૂછતાછ શરૂ કરી છે. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે. 

(6:31 pm IST)