Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના સૌપ્રથમ મહિલા પોલીસ અધિકારી બનવાનો વિક્રમ સુશ્રી મનદીપ કૌરના ફાળે : સિનિઅર સારજેન્ટ તરીકેનો હોદ્દો મેળવ્યો


વેલિંગટન : ન્યુઝીલેન્ડમાં ભારતીય મૂળના સૌપ્રથમ મહિલા પોલીસ અધિકારી બનવાનો વિક્રમ સુશ્રી મનદીપ  કૌરના ફાળે ગયો છે. તેમણે  સિનિઅર સારજેન્ટ તરીકેનો હોદ્દો મેળવ્યો છે. જે હોદા ઉપર પહોંચી શકનાર તેઓ ભારતીય મૂળના પ્રથમ મહિલા છે.

સુશ્રી મનદીપ 2004 ની સાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોડાયા હતા.ત્યાર પછી 17 વર્ષની કારકિર્દી દરમિયાન  તેઓ પોતાની શ્રેષ્ઠ કામગીરીથી બઢતી મેળવતા રહ્યા હતા.અને હવે સીનીઅર સારજેન્ટના હોદા સુધી પહોંચી શકનાર સૌપ્રથમ ભારતીય મૂળના મહિલા બન્યા છે. તેથી  હવે તેઓ રાજધાનીના મુખ્ય પોલીસ કાર્યાલયમાં ફરજ બજાવશે તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(1:22 pm IST)