Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

અમેરિકાના કેલિફોર્નિયામાં ' ગુજરાત સિનીયર ફ્રેન્ડ સર્કલ ' (GSFC) ના ઉપક્રમે ઉનાળુ બીચ પીકનીક યોજાઈ : વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ તથા હાસ્ય યોગનું નિર્દેશન કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકામાં સર્ઘન કેલિફોર્નિયાના ઓરેંજ કાઉન્ટીમાં કાર્યરત ' ગુજરાત સિનીયર ફ્રેન્ડ સર્કલ ' (GSFC) ના ઉપક્રમે તથા વિશ્વ યોગ દિવસને અનુંલક્ષીને ' બીચ પીકનીક ' નું સુંદર આયોજન શ્રી ગુણવંતભાઈ પટેલ અને શ્રી યોગેશ શાહના નેતૃત્વમાં યોજાયું હતુ.

અત્રેની મેટ્રોલીંક ટ્રેઈન સ્ટેશનો ઓરેન્જ સીટી તથા ટ્રસ્ટીન સીટીના સ્ટેશનો થી ટ્રેઈન યાત્રા માટે સભ્યો જોડાયા હતા.  પેસેફીક સાગર કીનારે વસેલ 'સેન્ટ ક્લેમેન્ટે પીયર ' સીટીના સ્ટેશન પાસે આવેલ બીચ પર સૌ સભ્યો ભેગા થયાં. સમુદ્ર કિનારા ની યાત્રા સાથે આનંદ માણતા સૌ સભ્યોએ સ્નાન વિધિ, આચમન,વિધિ પતાવી સંગીતને માણતાં સૌએ આનંદ માણ્યો, સુંદર સ્થાન પર સૌએ એકત્રીત થઈ ખાસ વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રીમતિ ચંદ્રીકા મિસ્ત્રીના માર્ગદર્શન નીચે યોગ તથા હાસ્ય યોગનું નિર્દેશન કર્યું. ઘણા સ્થાનિક પ્રવાસીઓએ પણ આ નિર્દેશન માણ્યું. ત્યાર બાદ વિશ્વ યોગ દિવસના બીચ પરના યોગ કાર્યક્રમના સુંદર સંભારણા સાથે સૌ ટ્રેન દ્વારા પોત-પોતાના ગંતવ્ય સ્થાને પરત ફર્યા.તેવું માહિતી શ્રી હર્ષદરાય શાહ અને  શ્રીકાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયાના તસવીર સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(11:51 pm IST)