Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન આજ ગુરુવારે કેશોના સિટીની મુલાકાત લેશે : મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પએ મુલાકાત લીધી હતી : અશ્વેત નાગરિક જેકોબ બ્લેક ઉપર પોલીસે કરેલા ગોળીબારને કારણે અહીંયા હિંસક તોફાનો થયા હતા


વિસ્કોસીન : અમેરિકાના વિસ્કોસીન રાજ્યમાં આવેલા કેશોના સિટીમાં અશ્વેત નાગરિક જેકોબ બ્લેક ઉપર પોલીસે સાત વખત ગોળીબાર કર્યા હતા.જેના પરિણામે અહીંયા હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા.જેના અનુસંધાને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ મંગળવારે આ શહેરની મુલાકાત લીધી હતી.જોકે તેનો હેતુ પોલીસ ડિપાર્ટમેન્ટનો બચાવ કરવાનો હતો.
અને હવે તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર આજ ગુરુવારે આ શહેરની મુલાકાત લઇ રહ્યા છે.તેમનો હેતુ અશ્વેત લોકો ઉપર પોલીસ દમનનો વિરોધ કરવાનો છે.
આમ આ શહેર નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં લોકમત જાગૃત કરવામાં મહત્વનો ભાગ ભજવનારું બની રહેશે તેવું રાજકીય પંડિતોનું અનુમાન હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(1:48 pm IST)