Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવક ઉપર ફાયરિંગ : પગમાં ગોળી વાગતા ઘાયલ : લૂંટ કરવાનો ઈરાદો

જોહાનિસબર્ગ : દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં રહેતા ગુજરાતના ભરૂચના યુવાન ઇમરાન લાલસા ઉપર લૂંટને ઇરાદે ફાયરિંગ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા દસ વર્ષથી વેન્ડામાં સ્થાયી થયેલો ઇમરાન દુકાન વધાવી ઘેર જઈ રહ્યો હતો ત્યારે ચાર અશ્વેત લોકોએ તેની મોટર ઓવરટેક કરી તેને રોકી લીધો હતો અને મોટરમાંથી બહાર કાઢ્યો હતો. યુવાન ભાગવા જતા તેના ઉપર ફાયરિંગ કર્યું હતું.પરિણામે તેના પગમાં ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે.તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે.યુવાન સાથેના ત્રણ મિત્રો બચી જવા પામ્યા છે.

(6:54 pm IST)