Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

" ટ્રમ્પ પરિવારનો ભારત પ્રેમ " : મારી પુત્રી ઇવાન્કા અને પુત્ર જુનિયર ટ્રમ્પ ભારતને બહુ ચાહે છે : મારે પણ ભારત સાથે બહુ સારા સબંધો છે : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી ,ભારતના લોકોને શાનદાર ગણાવ્યા

વોશિંગટન : તાજેતરમાં અમેરિકાના વ્હાઇટ હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી તથા તેને પોતાના ખાસ મિત્ર ગણાવ્યા હતા.ટ્રમ્પએ ભારતના લોકોને પણ શાનદાર ગણાવ્યા હતા.તેમણે કહ્યું હતું કે મારી પુત્રી ઇવાન્કા અને પુત્ર જુનિયર ટ્રમ્પ ભારતને બહુ ચાહે છે. મારે પણ ભારત સાથે બહુ સારા સબંધો છે.
ઉપરોક્ત ખુલાસો તેમણે આગામી પ્રેસિડન્ટ પદની ચૂંટણીને અનુલક્ષીને કર્યો હતો.તેમને એક પત્રકારે પૂછ્યું હતું કે પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ભારત સાથેના અમેરિકાના સબંધો કેવી અસર કરશે તેના અનુસંધાને તેઓએ ઉપરોક્ત જવાબ આપ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે 2016 ની ચૂંટણીમાં પણ મારી પુત્રી ઇવાન્કા અને પુત્ર જુનિયર ટ્રમ્પ ઇન્ડિયન અમેરિકન વિસ્તારોમાં ફર્યા હતા તેમજ મંદિરે પણ ગયા હતા.તેમજ હું પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યો ત્યાર પછી 2017 ની સાલમાં મારી પુત્રી ઇવાન્કાએ ભારતની મુલાકાત પણ લીધી હતી.

(7:08 pm IST)