Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રશિયાની દખલ ડેમોક્રેટિક પાર્ટીને નુકશાન કરી શકે : 2016 ની સાલમાં પણ હસ્તક્ષેપ કર્યો હતો : વાઇસ પ્રેસિડન્ટ પદના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસનું મંતવ્ય

કેલિફોર્નિયા : અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં રશિયાની કથિત દખલ ડેમોક્રેટિક પાર્ટી માટે નુકશાનકારક નીવડી શકે છે.
સીએનએન સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે આ અગાઉ 2016 ની સાલમાં પણ રશિયાએ હસ્તક્ષેપ કર્યો હતો.અને મને શંકા છે કે 2020 ની સાલમાં પણ તે એવું કરશે .

(1:41 pm IST)
  • દેશમાં કોરોનનાં પોઝીટીવ આંકડો 42 લાખને પાર પહોંચ્યો :આજે બીજા દિવસે નવા 89થી વધુ હજાર પોઝિટિવ કેસ : 8,81,691 એક્ટીવ કેસ : વધુ 68,812 દર્દીઓ સાજા થતા કુલ 32.46.485 રિકવર થયા : વધુ 984 લોકોના મોત સાથે મૃત્યુઆંક 71,663 થયો : મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક 23,350 નવા કેસ નોંધાયા access_time 12:04 am IST

  • રઘુરામ રાજને મોદી સરકારને ચેતવીઃ અર્થતંત્ર વધુ ખરાબ થશેઃ જીડીપીના આંકડા બરબાદી માટે ખતરાની ઘંટડીઃ તત્કાલ સ્થિતિ કાબુમાં લેવી જરૂરીઃ સરકારની નિતિ આત્મઘાતી છે access_time 3:56 pm IST

  • દેશમાં કોરોનાના હાહાકાર મચાવતા નવા રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ નોંધાયા : એક જ દિવસમાં સૌથી વધુ દર્દીઓ સ્વસ્થ થવાનો પણ રેકોર્ડ : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના નવા 90.594 કેસ વધ્યા : કુલ કેસની સંખ્યા 41,10,833 થયા : હાલમાં 8,61,859 એક્ટીવ કેસ : વધુ 73,155 દર્દીઓ સાજા થતા કુલ 31,77,667 રિકવર થયા : વધુ 1043 લોકોના મોત સાથે મૃત્યુઆંક 70,678 થયો: મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં વિક્રમી 20.800 કેસ નોંધાયા access_time 12:39 am IST