Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

" બેઠક " : યુ.એસ.માં કેલિફોર્નિયાના બે એરિયામાં કાર્યરત સાહિત્યકારોની સંસ્થા : 29 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 124 મી જન્મ જયંતી તેમના ગીતોની મહેફિલ જમાવીને ઓનલાઇન ઉજવી

કેલિફોર્નિયા : યુ.એસ.ના કેલિફોર્નિયાના બે એરિયામાં ગુજરાતી ભાષાના સાહિત્યકારોની સંસ્થા ' બેઠક ' ઘણા સમયથી કાર્યરત છે. જેમના દ્વારા 29 ઓગસ્ટ શનિવારના રોજ સવારે 9 કલાકે વર્ટીગો દ્વારા રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 124 મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરાઈ હતી.
' બેઠક ' ના પ્રણેતા ,સંચાલિકા સુશ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળાએ સ્વ.પ્રતાપભાઈ પંડ્યાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ' પુસ્તક પરબ ' એજ ' બેઠક ' કે જે પ્રતાપભાઈની દેન સમાન છે.આ જન્મજયંતિ નિમિત્તે યોજેલ ' વ્યક્તિ અને અભિવ્યક્તિ શ્રેણી 3 ' કસુંબીનો રંગ , તથા હા રે દોસ્ત હાલો દાદાજીના દેશમાં કાર્યક્રમના અદભુત આયોજનમાં પ્રજ્ઞાબેને દેશ અને પરદેશમાં ભાગ લઇ રહેલા સહુ સાહિત્ય રસિકોનું ભાવભર્યું શાબ્દિક સ્વાગત કર્યું હતું .કાર્યક્રમના એડમીન શ્રી નૈમેષ અનારકરે વર્ટીગો દ્વારા કાર્યક્રમ શરૂ કરવા બાદ સુશ્રી વાગ્મીબેન  કચ્છીએ કાર્યક્રમની શરૂઆત શ્રી ગણેશની સુમધુર પ્રાર્થનાથી કરી હતી.તેમજ સુશ્રી પ્રજ્ઞાબેને પુસ્તક પરબના પ્રણેતા સ્વ.પ્રતાપભાઈના સ્મરણોની યાદ આપી શ્રદ્ધાંજલિ આપી હતી.ત્યારબાદ સુશ્રી વાગ્મીબેને સ્મરણાંજલીની પ્રાર્થના ગઈ હતી.બેઠકના સહ સંચાલિકા લેખિકા સુશ્રી કલ્પનાબેને સુશ્રી ગીતાબેનનો સુંદર આછો પરિચય કરાવ્યો હતો.
સુશ્રી ગીતાબેને ઝવેરચંદ મેઘાણીનું સાહિત્યમાં યોગદાન આપતા પોતે તેમના માટે 32 આર્ટિકલ લખ્યાનું જણાવ્યું હતું .શરૂ સુભાષભાઈ ભટ્ટે મજાનો દુહો લલકારી  મેઘાણીની યાદ ખડી કરી દીધી હતી.આ સમયે અતિથિ વિશેષ ગાયક કલાકાર શ્રી પાર્થિવ ગોહિલે પ્રસંગને અનુરૂપ ' મન મોર બની થનગાટ કરે ,તથા કસુંબીનો રંગ ,બે સુંદર ગીતો ગઈ રમઝટ બોલાવી હતી.
રાજકોટના ગુજરાત યુનિ.ના પૂર્વ અધ્યક્ષ ,સાહિત્યકાર શ્રી બળવંતભાઈ જાનીનો સુશ્રી દર્શનાબેન નાડકર્ણીએ સુંદર પરિચય કરાવ્યો હતો.શ્રી બળવંતભાઈ જાનીએ ઝવેરચંદ મેઘાણીની કૃતિઓ ,સાહિત્ય ,અને સફળતા વિષે સહુને માહિતગાર કર્યા હતા.
શ્રી રાજેશ શાહએ ગુજરાત વિદ્યાપીઠના ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ સુશ્રી ઉષાબેન ઉપાધ્યાયનો આછો પરિચય કરાવ્યો હતો.અમદાવાદથી સુશ્રી કોષાબેને મેઘાણીના સાહિત્યપ્રેમ તથા કલાની યાદ આપી હતી.લેખિકા સુશ્રી કલ્પનાબેન શાહએ ગીતાના રહસ્યો વિષે સમજાવતા બે બાળ કલાકારો શ્રાવ્યા ,અને અરુચિ અંજારિયાનો પરિચય આપ્યો હતો.બંને બાળ કલાકારોએ શિવજીનું હાલરડું ,સહીત બે સુંદર ગીતો રજૂ કર્યા હતા.પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર સુશ્રી જીગીશા પટેલે ફનાટિકા ગ્રુપ તથા શ્રી ચિંતનભાઈનો પરિચય આપ્યો હતો.આ ગ્રુપે નાટ્યરૂપે ફ્યુઝીકલ વાચિક્મ દ્વારા ઝવેરચંદ મેઘાણીની કૃતિઓની રમઝટ બોલાવી હતી.
આ વિસ્તારના ગુજરાતી સમાજ અને બે એરિયામાં સુવિખ્યાત સમાજસેવક શ્રી સુરેશભાઈ કે.પટેલે સ્વ.પ્રતાપભાઈને શ્રધ્ધાંજલી આપી આ સંસ્થાની સુંદર કામગીરીને બિરદાવી હતી.આ પ્રસંગમાં ફોટો,વિડિઓ રેકોર્ડિંગની સેવા બદલ શ્રી રઘુભાઇ શાહ ,તથા ઝુમપર સેવા કરનાર શ્રી નૈમેષભાઈની સેવાની પ્રશંશા કરતા સુશ્રી પ્રજ્ઞાબેન ,સુશ્રી જિગીષા પટેલ ,સુશ્રી કલ્પનાબેન શાહ ,તથા શ્રી રાજેશ શાહના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
બેઠકના સંચાલિકા સુશ્રી પ્રજ્ઞાબેને સમાપન કરતા આ કાર્યક્રમમાં ભાગ લેનાર આ વિસ્તાર તેમજ પરદેશના સહુનો નામજોગ પરિચય કરાવીને આભાર વ્યક્ત કર્યો હતો.તેવું શ્રી સી.બી .પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)
  • દુબઈથી માતોશ્રીમા આવ્યા ધમકી ભર્યા ફોન : માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની અપાઈ ધમકી : માતોશ્રીની સુરક્ષા વધારાઈ : દાઉદ ગેંગ દ્રારા ફોન કરાયાની આશંકા : પોલીસ સતર્ક બની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હાલ ઘરેથી કામ કરી રહ્યા છે. access_time 5:44 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર :છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 75 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 42,77,584 થયો : 8,82,751 એક્ટિવ કેસ : વધુ 74,123 દર્દીઓ સાજા થતા કુલ 33,21,420 રિકવર થયા : વધુ 1129 લોકોના મોત ; કુલ મૃત્યુઆંક 72,816 થયો access_time 1:16 am IST

  • દેશમાં કોરોનનાં પોઝીટીવ આંકડો 42 લાખને પાર પહોંચ્યો :આજે બીજા દિવસે નવા 89થી વધુ હજાર પોઝિટિવ કેસ : 8,81,691 એક્ટીવ કેસ : વધુ 68,812 દર્દીઓ સાજા થતા કુલ 32.46.485 રિકવર થયા : વધુ 984 લોકોના મોત સાથે મૃત્યુઆંક 71,663 થયો : મહારાષ્ટ્રમાં રેકોર્ડબ્રેક 23,350 નવા કેસ નોંધાયા access_time 12:04 am IST