Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

ભારતીય મૂળના ડો.પ્રિતેશ ગાંધીનો અમેરિકામાં દબદબો : દેશની હોમલેન્ડ સિક્યુરિટીના મુખ્ય ચિકિત્સા અધિકારી તરીકે નિમણુંક

વોશિંગટન : ભારતીય  મૂળના ડો.પ્રિતેશ ગાંધીની અમેરિકાની  હોમલેન્ડ સિક્યુરિટીના મુખ્ય ચિકિત્સા અધિકારી તરીકે  નિમણુંક થઇ છે.

અમેરિકાની આંતરિક સુરક્ષા સંભાળતા આ ડિપાર્ટમેન્ટના મુખ્ય ચિકિત્સા અધિકારી તરીકે નિમણુંક  મેળવનાર ડો.ગાંધી ટેક્સાસમાં સ્થાયી થયેલા છે.તેમજ  2020 ની સાલમાં યોજાયેલી ચૂંટણીમાં ટેક્સાસના 10 મા કોંગ્રેશનલ ડિસ્ટ્રીક્ટમાંથી ડેમોક્રેટ ઉમેદવાર તરીકે  ચૂંટણી લડી ચુક્યા છે.જે અંતર્ગત તેઓ પ્રાઈમરી ચૂંટણીમાં પરાજિત થયા હતા.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)