Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન વિજય શંકરને આપેલી જજ તરીકેની નિમણુંક જો બીડને રદ કરી

વોશિંગટન : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન વિજય શંકરને જૂન 2020 માં કોલંબિયા ડીસ્ટ્રીકટ અપીલ કોર્ટ જજ તરીકે નિમણુંક આપી હતી.જે નવનિયુક્ત ડેમોક્રેટ પ્રેસિડન્ટ જો બીડને રદ કરી છે.જે અંગેની જાણ 4 ફેબ્રુઆરીના રોજ સેનેટને કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પએ જૂન માસમાં 32 લોકોને જુદા જુદા હોદાઓ ઉપર નિમણુંક આપી હતી.જે પૈકી 17 નિમણુંકો જજના હોદા માટેની હતી.જેમાં ઇન્ડિયન અમેરિકન વિજય શંકરનો સમાવેશ કરાયો હતો.જે હવે રદ કરવામાં આવેલ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:29 pm IST)