Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

એનઆરઆઈ પણ ભારતના પીએમ કે રાજ્યના સી.એમ.બની શકે છે : એનજીઓ લોક પ્રહરી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી : નામદાર કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચ પાસે જવાબ માંગ્યો :18 ઓક્ટોબરે સુનાવણી

અલ્હાબાદ : એનજીઓ લોક પ્રહરી દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં જણાવાયા મુજબ કાયદાની જોગવાઈઓ કાયમી ધોરણે બિનનિવાસી ભારતીય (એનઆરઆઈ) નાગરિકને પણ વડાપ્રધાન અથવા મુખ્યમંત્રી બનવા માટે સક્ષમ બનાવે છે.

ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને અજય કુમાર શ્રીવાસ્તવ -1 ની ડિવિઝન બેન્ચ. નોટિસ જારી કરી અને કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે.

અલ્હાબાદ હાઇકોર્ટે જન પ્રતિનિધિત્વ અધિનિયમ (આરપી એક્ટ), 1950 ની ત્રણ જોગવાઇઓની બંધારણીય માન્યતાને પડકારતી અરજીમાં આજે કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચ પાસેથી જવાબો માંગ્યા છે.
આ મામલાની સુનાવણી ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને અજય કુમાર શ્રીવાસ્તવ -1 ની ખંડપીઠે કરી હતી.

કોર્ટે પ્રતિવાદી પક્ષો (ભારતનું ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર) ને તેમના સોગંદનામા દાખલ કરવા કહ્યું. તે આ મામલે 18 ઓક્ટોબરે સુનાવણી કરશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:05 am IST)