Gujarati News

Gujarati News

News of Tuesday, 5th October 2021

લખીમપુર ખેરી હિંસાના કેનેડા અને યુકેમાં પડઘા : પંજાબી મૂળના સાંસદોએ લખીમપુર ખેરી હિંસાની નિંદા કરી : શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતોના મોતની તપાસ થવી જોઈએ

પંજાબ : લખીમપુર ખેરી હિંસાના કેનેડા અને યુકેમાં પણ પડઘા પડ્યા છે. પંજાબી મૂળના કેનેડાના સાંસદ ટિમ ઉપ્પલે ટ્વીટ કર્યું હતું કે “લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો પર બેશરમ હુમલા વિશે જાણીને આઘાત લાગ્યો છે.જેમાં 4 ખેડૂતો માર્યા ગયા હતા અને ઘણા અન્ય ઘાયલ થયા હતા. જવાબદારોને ન્યાયનાકઠોડામાં લાવવા જોઇએ.

તેઓ કેનેડાના ટિમ ઉપ્પલ અને રૂબી સહોટા અને યુકેથી પ્રીત કૌર ગિલ અને તનમનજીત સિંહ છે.

યુકેના સાંસદ પ્રીત કૌર ગિલે ટ્વિટ કર્યું. “આ ખૂબ જ ચિંતાજનક છે અને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા 4 ખેડૂતોના મોતની તપાસ થવી જોઈએ.
કૅનૅડીઅન સાંસદ રૂબી સહોટાએ ટ્વીટ કર્યું, "ભારતના લખીમપુર ખેરીમાં વિરોધ કરી રહેલા ખેડૂતો પર નિર્દેશિત હિંસા વિશે જાણીને મને ખૂબ જ દુખ થયું છે. માર્યા ગયેલા કે ઘાયલ થયેલા લોકોના પરિવારજનો પ્રત્યે મારી દિલથી સંવેદના. હું ન્યાય અને જવાબદારીની વધતી માંગમાં મારો અવાજ ઉમેરું છું. તેમ જણાવ્યું હોવાનું ધ.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:59 pm IST)