Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

' શેર એન્ડ કેર': જરૂરિયાતમંદોની સહાય માટે કાર્યરત નોનપ્રોફિટ સંસ્થાએ 2022 માં 100,000 થી વધુ વ્યક્તિઓને મદદ કરી :29 નવેમ્બર, 2022 ના રોજ માનવતાવાદી સેવાના બે નોંધપાત્ર સીમાચિહ્નો સર કર્યા :40-વર્ષમાં 80 મિલિયન ડોલરથી વધુ રકમની સહાયનું વિતરણ કર્યું

ન્યુ જર્સી :ન્યુ જર્સી સ્થિત શેર એન્ડ કેરે 29 નવેમ્બર, 2022 ના રોજ માનવતાવાદી સેવાના બે નોંધપાત્ર સીમાચિહ્નોની જાહેરાત કરી છે. બિન-લાભકારી સંસ્થા અનુસાર, વર્ષ 2022ના અંત સુધીમાં, તેણે તેના 40-વર્ષમાં $80 મિલિયનથી વધુની સહાયનું વિતરણ કર્યું હશે. ફાઉન્ડેશને એકલા 2022 માં અત્યાર સુધીમાં 100,000 થી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી છે, તેવું SCF તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

હું અમારા 12,000 ઉદારદિલ દાતાઓનું આટલા વર્ષો દરમિયાન મળેલા પ્રચંડ સમર્થન માટે આભાર માનું છું, અને હું 2023 માં અમારા 40મા વાર્ષિક ઉત્સવમાં તેમને રૂબરૂ મળવા માટે ઉત્સુક છું," સૌમિલ પરીખ, શેર એન્ડ કેર ફાઉન્ડેશનના પ્રમુખની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. પરીખે દસ હજાર જેટલા વોલન્ટિયર્સ તેમજ લાઈફ ટાઈમ મેમ્બર્સને પણ બિરદાવ્યા હતા. "દરેક દાન સૌથી વધુ જરૂરિયાતવાળા લોકો સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે અથાક કામ કરવા બદલ" તેમની સરાહના કરી.
 

સંસ્થા દાતાઓને તેની વેબસાઇટની મુલાકાત લઈને 2022 માં 150,000 વ્યક્તિઓને પ્રભાવિત કરવાના તેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરવા વિનંતી કરી રહી છે. રોગચાળાને લગતી જરૂરિયાતોને સરળ બનાવવા માટે, ફાઉન્ડેશન કહે છે કે તેણે કોવિડ પૂર્વેના આધાર સ્તંભો પર પોતાનું ધ્યાન નવેસરથી કેન્દ્રિત કર્યું છે જેમાં મહિલા સશક્તિકરણ, અગમ્યને આરોગ્યસંભાળ, સફળતા માટે શિક્ષિત, સ્નાતકથી શિક્ષિત અને ગ્રામ ઉત્થાન સહિતની બાબતોનો સમાવેશ થાય છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)