Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

ઇન્ડિયન અમેરિકન અભિજીત દાસે ચૂંટણી ફંડનો ઉપયોગ વ્યક્તિગત દેવું ચુકવવામાં કર્યાનો આરોપ : 2018 ની સાલમાં મેસેચ્યુએટસ માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે પ્રાઈમરી ચૂંટણી લડ્યા હતા અને પરાજિત થયા હતા

મેસેચ્યુએટસ : 2018 ની સાલમાં મેસેચ્યુએટસના ત્રીજા ડીસ્ટ્રીકટ માંથી કોંગ્રેસના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે પ્રાઈમરી ચૂંટણી  લડનાર ઇન્ડિયન અમેરિકન અભિજીત દાસ ઉપર ચૂંટણી ફંડનો ઉપયોગ વ્યક્તિગત દેવું ચુકવવામાં કર્યાનો આરોપ લગાવાયો છે. તેઓ પ્રાઈમરી ચૂંટણીમાં પરાજિત થયા હતા.તેઓ સ્પર્ધક ઉમેદવારો વચ્ચે સાતમા ક્રમે આવ્યા હતા તેમને 1492 મત મળ્યા હતા. .

અભિજીતે ચૂંટણી કમપેન દરમિયાન 314,500  ડોલરનું ફંડ ભેગું કર્યું હતું. જે પૈકી 267,000 ડોલર પોતાના હોટલના વ્યવસાયનું દેવું ચુકવવામાં  વાપર્યા હોવાનો આરોપ લગાવાયો છે.

જોકે અભિજીતે આ આરોપ નકારી કાઢ્યો છે.તથા સમર્થકોને આ બાબત રાજકીય કિન્નાખોરી હોવાનું જણાવ્યું છે. તથા ખોટી વાતોમાં ન આવવા અનુરોધ કર્યો છે. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(4:49 pm IST)