Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

" રિસ્તા " : અમેરિકાની મેટ્રિમોનિયલ વેબસાઈટ : જ્ઞાતિ કે ભાષાના ભેદભાવ વગર હિંદુઓને વેવિશાળ માટે જોડતી કડી : યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન તથા પંડ્યા ફાઉન્ડેશનના ઉપક્રમે લગ્ન ઇચ્છુક હિંદુઓ માટે ન્યૂજર્સીમાં 10 તથા 11 સપ્ટેમ્બર 2021 ના રોજ મેળાવડો : 39 વર્ષ સુધીની ઉંમરના , કોઈપણ દેશમાં વસતા સિંગલ હિન્દૂ યુવક યુવતી પોતાને લાયક પાત્રની પસંદગી કરી શકશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી  :  જ્ઞાતિ કે ભાષાના ભેદભાવ વગર હિંદુઓને વેવિશાળ માટે જોડતી વેબસાઈટ યુ.એસ.માં યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન તથા પંડ્યા ફાઉન્ડેશનના ઉપક્રમે શરૂ કરાઈ છે. જેનો  હેતુ 39 વર્ષ સુધીની ઉંમરના , કોઈપણ દેશમાં વસતા સિંગલ હિન્દૂ યુવક યુવતીને પસંદગીના પાત્ર સાથે જોડવાનો છે. જે માટે www.RistaNJ.com  ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

એડિશન હોટેલ એન્ડ કોન્ફરન્સ સેન્ટર 3050 વુડબ્રિજ એવ.એડિશન ન્યુજર્સી મુકામે 10 તથા 11 સપ્ટેમ્બર 2021 ના રોજ આયોજિત બેદિવસીય સંમેલન અંતર્ગત 10 સપ્ટેમ્બરના રોજ સાંજે 7-30 થી રાત્રે 10 વાગ્યા સુધીમાં હોટેલમાં ચેક ઈન કરાવવાનું રહેશે.જ્યાં પરિચય તથા ડિનરનું આયોજન કરાયું છે.

11  સપ્ટેમ્બરના રોજ સવારે 8-30 થી રાત્રીના 8-30 દરમિયાન સોશિઅલ ગેમ્સ ,સ્પીડ ડેટિંગ , બાદમાં બરાબર 1 વાગ્યે મીટઅપ્સ  ,સોશિઅલ મિક્સર , ગ્રુપ એક્ટિવિટીઝ ,લંચ ,તેમજ ડિનરનું આયોજન કરાયું છે.
આયોજનના મુખ્ય સ્પોન્સર ડો.રાજ તથા સુશ્રી શિલ્પા પંડ્યા છે. ઉપરાંત ટીવી એશિયા , અકિલા  ન્યુઝ  સહિતના મીડિયા સ્પોન્સરનો સહયોગ છે .

 

(10:47 am IST)