Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

' ગોવિંદા ગોવિંદા ' : અમેરિકાના ઇલિનોઇસમાં આવેલા શ્રી શિરડી સાંઈ મંદિરમાં વેંકટેશ્વર તથા નવગ્રહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો : 4 જુલાઈ 2021 નારોજ કરાયેલી ઉજવણીમાં જલાધિવસમ દ્વારા નવગ્રહો ઉપર જલધારા કરાઈ : આગામી 15 જુલાઈના રોજ ' ધન્ય દિવસમ ' ઉત્સવ ઉજવાશે

ઈલિનોઈસ : અમેરિકાના ઇલિનોઇસમાં આવેલા રોલિંગ મીડોસ ખાતે આવેલા શ્રી શિરડી સાંઈ મંદિરમાં વેંકટેશ્વર તથા નવગ્રહ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જે અંતર્ગત  4 જુલાઈ 2021 નારોજ કરાયેલી ઉજવણીમાં જલાધિવસમ દ્વારા નવગ્રહો ઉપર જલધારા કરાઈ હતી. જેનો હેતુ જલધારા દ્વારા ગ્રહપીડા શાંત કરવાનો હતો.

આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર કરાયા હતા.તથા યજ્ઞ કરવામાં આવ્યો હતો.ગોવિંદા ગોવિંદા ના નાદ તથા મંદિરના ઘંટારવ સાથે ભક્તોએ વેંકટેશ્વર ભગવાન ઉપર પણ જલાભિષેક કર્યો હતો.

મંદિરની યાદીમાં જણાવાયા મુજબ સમગ્ર જુલાઈ  માસમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનું આયોજન છે. જે અંતર્ગત 15 જુલાઈના રોજ સાંજે 6-30  થી રાત્રે 8-30 દરમિયાન ' ધન્ય દિવસમ ' ઉત્સવ ઉજવાશે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:31 pm IST)