Gujarati News

Gujarati News

News of Friday, 6th November 2020

' વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા ( VHPA ) ' : 50 મા વાર્ષિક સ્થાપના દિવસે સુગર ગ્રો ઈલિનોઈસ મુકામે 24 ઓક્ટોબરના રોજ ' હિન્દૂ સેન્ટર ' ખુલ્લું મૂક્યું : હિન્દૂ કોમ્યુનિટી માટે વેદિક મેથ ક્લાસ ,મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ ક્લાસ ,બાળકો માટે બાલવિહાર ,સહિતની સુવિધાઓનું નિર્માણ કરાયું : શિકાગો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી અમિતકુમાર તથા સુગર ગ્રો મેયર સીન મીચેલસે હાજરી આપી

ઈલિનોઈસ : તાજેતરમાં 24 ઓક્ટોબરના રોજ ' વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા ' ના 50 મા વાર્ષિક સ્થાપના દિવસે સુગર ગ્રો ઈલિનોઈસ મુકામે  ' હિન્દૂ સેન્ટર ' ખુલ્લું મુકવામાં આવ્યું હતું.જ્યાં ઇન્ડિયન અમેરિકન હિન્દૂ કોમ્યુનિટી માટે વેદિક મેથ ક્લાસ ,મહિલાઓ માટે સેલ્ફ ડિફેન્સ ક્લાસ ,બાળકો માટે બાલવિહાર ,સહિતની સુવિધાઓનું નિર્માણ કરાયું છે.

આ પ્રસંગે શિકાગો ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી અમિતકુમાર તથા સુગર ગ્રો  મેયર સીન મીચેલસ  હાજર રહ્યા હતા.તેમજ વીએચપીએ શિકાગો ચેપટરના પ્રેસિડન્ટ શ્રી નીરવ પટેલ ,વાઇસ પ્રેસિડન્ટ શ્રી વિનેશ વિરાણી ,તથા શ્રી હરીન્દ્ર માંગરોલા ,સેક્રેટરી શ્રી શૈલેષ રાજપૂત ,મિડવેસ્ટ કો-ઓર્ડીનેટર શ્રી સંજય શાહ ,તથા વીએચપીએ જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી અમિતાબ મિત્તલ સહિતનાઓ સજોડે હાજર રહ્યા હતા.

કોવિદ - 19 સંજોગોને કારણે નિયમ મુજબ માર્યાદિત લોકોને આમંત્રિત કરાયા હતા.

હિન્દૂ સેન્ટરના ઉદ્ઘાટનનો હેતુ હિંદુઓને સંગઠિત કરવાનો તથા ભાવિ પેઢીને ભારતના પ્રાચીન તથા ઐતિહાસિક વારસાથી માહિતગાર કરવાનો  છે.

વિશેષ વિગત  Info@vhpachicago.org.દ્વારા જાણી શકાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:46 pm IST)