Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

યુ.કે.માં થનારી વસતિ ગણતરીમાં શીખ કોમ માટે અલગ ખાનું રાખવાની અરજી નામંજૂર : માર્ચ 2021 માં થનારી વસ્તી ગણતરીના ફોર્મ છપાઈ ગયા છે : ગણતરી માટેની તૈયારી પૂર્ણતાના આરે : વસ્તી ગણતરીના નિયમમાં ફેરફાર કરવામાં આવે તો સરકારને 250 મિલિયન પાઉન્ડ ( અંદાજે 2425 કરોડ રૂપિયા ) નો ખર્ચ કરવો પડે તેવી નોબત

લંડન : યુ.કે.માં દર 10 વર્ષે થતી વસતિ ગણતરી આ વખતે માર્ચ 2021 માં થશે.જે માટેની સમગ્ર તૈયારીઓ પૂર્ણતાના આરે છે.જે માટેના ફોર્મ પણ છપાઈ ગયા છે.

આ સંજોગોમાં શીખ કોમ્યુનીટીએ શીખો માટે અલગ ખાનું રાખવાની માંગણી કરી હતી.અત્યાર સુધી તેઓએ એશિયન તરીકેના ખાનામાં ટીક કરવાની થતી હતી.આ માટે તેમણે સરકારને કરેલી રજુઆત માન્ય નહીં રહેતા કોર્ટનો આશરો લીધો હતો.જે માટેની લીગલ ફીનો ખર્ચ પણ એક કરોડ રૂપિયા ઉપર  થયો હતો.

પરંતુ સરકાર પક્ષે કરાયેલી દલીલ મુજબ ચૂંટણી માટેની સમગ્ર તૈયારીઓ પૂર્ણતાના આરે છે.જે માટેના ફોર્મ પણ છપાઈ ગયા છે.જો આ સંજોગોમાં વસ્તી ગણતરીના નિયમમાં  ફેરફાર કરવામાં આવે તો સરકારને 250 મિલિયન પાઉન્ડ ( અંદાજે 2425 કરોડ રૂપિયા ) નો ખર્ચ કરવો પડે તેવી નોબત ઉભી થાય તેમ છે.તથા નક્કી કરેલા સમય મુજબ એટલેકે માર્ચ 2021 માં વસ્તી ગણતરી થઇ શકવાની શક્યતા પણ ઓછી છે.

બંને પક્ષની દલીલો સાંભળી નામદાર કોર્ટએ શીખોની માંગણી અમાન્ય કરતો ચુકાદો આપ્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:22 pm IST)