Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અમેરિકાની પાર્લામેન્ટમાં 2020 ની સાલમાં 131 મહિલાઓ ચૂંટાઈ આવી : અત્યાર સુધીની સૌથી વધુ મહિલાઓનો વિક્રમ : 100 ડેમોક્રેટ તથા 31 રિપબ્લિક મહિલાઓએ કોંગ્રેસમાં સ્થાન મેળવ્યું

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં 131 મહિલાઓ ચૂંટાઈ આવી છે.જે અત્યાર સુધીની સૌથી વધુ મહિલાઓનો વિક્રમ છે.ચૂંટાઈ આવેલી આ મહિલાઓ પૈકી 100 મહિલાઓ ડેમોક્રેટ પાર્ટીની છે.જયારે 31 મહિલાઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવી છે.

આ અગાઉ 106 મહિલાઓ ચૂંટાઈ આવી હતી . જે પૈકી 83 ડેમોક્રેટ તથા 23 રિપબ્લિકન હતી.જેમાં 85   મહિલાઓ ફરીથી ચૂંટાઈ આવેલી હતી તથા 21  મહિલાઓએ પહેલી વખત કોંગ્રેસ વુમન તરીકે સ્થાન હાંસલ કર્યું હતું .તેવું રુટગર્સ યુનિવર્સીટીના અહેવાલમાં જણાવાયું હોવાનું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(8:20 pm IST)