Gujarati News

Gujarati News

News of Friday, 5th November 2021

યુ.એસ.માં જર્સી સિટીના સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યૂજર્સી પ્રેસિડન્ટ ડો.મહેન્દ્ર શાહના લઘુબંધુ અજયકુમાર શાહનું અકાળે અવસાન : વર્ચ્યુઅલ પ્રાર્થનાનું આયોજન કરાયું

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે.યુ.એસ.માં જર્સી સિટીના સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યૂજર્સી પ્રેસિડન્ટ ડો.મહેન્દ્ર શાહના લઘુબંધુ અજયકુમાર શાહ ( સંકલ્પ રેસ્ટોરન્ટ એડિસન ) નું અકાળે અવસાન થયું છે.65 વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેલ્યોર કોરોનાના કારણે અવસાન થયું છે.

તંદુરસ્ત જીવન જીવતા સદાય મુખ ઉપર મૃદુ હાસ્ય સાથે અનેકવિધ સામાજિક સંશ્થાઓમાં સેવા આપતા તેઓ મોત સામે પણ પુરા ઝનૂનથી લડ્યા અને ઝૂક્યા અને બહાદુરીથી સ્વર્ગે સિધાવ્યા .

સદગતના આત્માને ચીર શાંતિ અર્પે તેવી પ્રભુને પ્રાર્થના.તેઓને અંજલિ આપવા માટે વર્ચ્યુઅલ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલ.જેમાં બહોળી સંખ્યામાં આપ્તજનો ,મિત્રો ,સગા સબંધીઓ ,વડીલો ,વગેરે સાથે શ્રીમતી વર્ષા જોશીના મધુર કંઠે ભાવગીતો ,અંજલિ ગીતો ,સાથે અંજલિ આપવામાં આવેલ.સદગત તેમની પાછળ પત્ની દીપિકા ,ત્રણ બાળકો સહીત બહોળું કુટુંબ છોડી ગયા છે.

(6:50 pm IST)