Gujarati News

Gujarati News

News of Friday, 5th November 2021

શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે 21 નવે.2021 રવિવારના રોજ નૂતન વર્ષ દિવાળી સત્સંગનું આયોજન : યુક્રેનિઅન ક્લચરલ સેન્ટર ન્યુજર્સી મુકામે આયોજિત સત્સંગ નં 83 ની શુભ શરૂઆત સુંદરકાંડના સમૂહ સ્તવન દ્વારા કરાશે : રાજ પંડ્યા તથા સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભજન સંગીતનો કાર્યક્મ યોજાશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ.શ્રી નારાયણદાસ મહારાજશ્રી પ્રેરિત તથા પ્રાતઃસ્મરણીય પ.પૂ.શ્રી રામદાસજી મહારાજશ્રીના શુભ આશીર્વાદ સહ શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.21 નવે.2021 રવિવારના રોજ નૂતન વર્ષ દિવાળી સત્સંગનું આયોજન કરાયું છે.યુક્રેનિઅન ક્લચર સેન્ટર ન્યુજર્સી મુકામે આયોજિત સત્સંગ નં 83 ની શુભ શરૂઆત શ્રી સુંદરકાંડના મંગલાચરણ પાથ સમૂહ સ્તવન દ્વારા કરવામાં આવશે.

સતસંગ દરમિયાન નડિયાદથી ટેલિફોન દ્વારા પ્રાતઃસ્મરણીય પ.પૂ.શ્રી મહારાજશ્રીના શુભ આશીર્વાદ પ્રાપ્ત થશે.રાજ પંડ્યા તથા સ્મૃતિ પંડ્યા પરિવાર દ્વારા ભજન સંગીતનો કાર્યક્મ તેમજ શ્રી સંતરામના પદો ,ભજનોનું આયોજન કરવામાં આવેલ છે.તો દરેક ભક્તોને દિવાળી સત્સંગમાં સમયસર પધારવા હાર્દિક નિમંત્રણ છે.

સમય સવારના 11 : 30 થી સાંજે 7 : 00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.જેનું સ્થળ યુક્રેનિઅન ક્લચરલ સેન્ટર ,135 ,ડેવિડસન એવ. સમરસેટ ન્યુજર્સી રાખવામાં આવ્યું છે.

સત્સંગ પૂણાહૂતિ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.

ફ્રી કોવિદ વેક્સિનેશન બુસ્ટર તેમજ શોટ્સ સાથે ઉપરાંત ફ્રી ફ્લ્યુ શોટ્સનું પણ આયોજન કરાયું છે. જેનો સમય 21 નવે.2021 રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.
કાસ્ટલ હિલ કોમ્યુનિટી ફાર્મસી ન્યુયોર્કના સહકારથી સંતરામ ભક્ત સમાજ દ્વારા વિના મુલ્યે ફાઇઝર ,મોડેરના ,તથા જોહન્સન એન્ડ જોહન્સન વેક્સીન 18 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે.જે માટે કોન્ટેક નં ( 732 ) 906 -0792 દ્વારા રજીસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે.જે વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે.સાથે આપનો કોવિદ વેક્સિનેશન ઈમ્યુનીઝેશન રેકોર્ડ્સ લાવવા જણાવાયું છે.

18 વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે કોવિદ -19 બુસ્ટર ડોઝ ની રસી આપવામાં આવશે.

શ્રી સંતરામ મંદિરમાંથી પ્રસાદી તરીકે મળેલ છઠ્ઠીનું કાપડ ,કંઠી ,અને સાહિત્ય પ્રકાશનનો લાભ લેવા કોન્ટેક નં ( 732 ) 906 -0792 દ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.

નોંધ : સમાજ તરફથી અથવા મંદિરના નામે કોઈપણ પ્રકારનો ફંડફાળો અથવા ભંડોળ ઉઘરાવવામાં આવતું નથી.તેની સર્વે હરિભક્તોએ નોંધ લેવી.

તાજેતરમાં આપના કોઈ સ્વજન અત્રે સ્વર્ગસ્થ પામ્યા હોય તો તેઓના નામ ,સરનામું ,તથા પરિવારના ફોન નં અત્રે શ્રી સંતરામ ભક્ત સમાજ પી.ઓ.બોક્સ નં 32155 નેવાર્ક ,ન્યુજર્સી 07102 લખીને જાણ કરશો તો તેઓના સદગત આત્માની શાંતિ માટે સમૂહમાં શ્રદ્ધાંજલિ પ્રાર્થના કરવામાં આવશે.

જેઓના નામ , સરનામાં ,ટેલિફોન નંબર બદલાયા હોય  તેઓએ શ્રી સંતરામ ભક્ત સમાજ યુ.એસ.એ.પી.ઓ.બોક્સ નં 32155 નેવાર્ક ,ન્યુજર્સી 07102 ઉપર લખી જણાવવા વિનંતી કરાઈ છે.

શ્રી સંતરામ સમાધિ સ્થાન ,નડિયાદનો સંપર્ક વેબસાઈટ www.santram.org દ્વારા કરી શકાશે.

(8:53 pm IST)