Gujarati News

Gujarati News

News of Monday, 4th January 2021

મલાલા યુસુફ સ્કોલરશીપ : અમેરિકાની સંસદમાં ધ્વનિ મતથી ખરડો પસાર : મુસ્લિમ મહિલાઓને વધુ અભ્યાસ માટે 50 ટકા સ્કોલરશીપ અપાશે

વોશિંગટન : અમેરિકાની સંસદમાં મલાલા યુસુફ સ્કોલરશીપ ખરડો ધ્વનિ મતથી પસાર થઇ ગયો છે. આ ખરડા મુજબ 2020 થી 2022 ની સાલ દરમિયાન મુસ્લિમ મહિલાઓને વધુ અભ્યાસ માટે 50 ટકા સ્કોલરશીપ અપાશે .ખરડો વ્હાઇટ હાઉસમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડના સહી સિક્કા માટે મોકલવામાં આવ્યો છે.જે પ્રેસિડેન્ટની સહી બાદ કાયદો બનશે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની મહિલા યુસુફ મલાલાને 2014 ની સાલમાં શાંતિ માટેનો નોબલ પારિતોષિક એનાયત કરાયા બાદ પાકિસ્તાની મહિલાઓને શિક્ષિત કરવા માટે યુ.એસ.એજન્સી ફોર ઇન્ટર નેશનલ ડેવલપમેન્ટ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.

(1:38 pm IST)