Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ઓહિયો સ્ટેટ સેનેટર તરીકે ચૂંટાઈ આવેલા સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન શ્રી નીરજ અંતાણીનો સોગંદવિધિ સંપન્ન : 4 જાન્યુઆરીના રોજ શપથ લીધા : અમેરિકન ડ્રિમ સાકાર કરવાનો કોલ

ઓહિયો : ઓહિયો સ્ટેટ સેનેટર તરીકે ચૂંટાઈ આવેલા સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન શ્રી નીરજ અંતાણીએ 4 જાન્યુઆરીના રોજ અમેરિકાના બંધારણને વફાદાર રહેવાના સોગંદ લીધા હતા.

આ તકે તેમણે  પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ ઉપર લોકોની સેવા માટે ચૂંટાઈ આવવા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.તથા જણાવ્યું હતું કે હું લોકોનું અમેરિકન ડ્રિમ સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ.

ઉલ્લેખનીય છે કે શ્રી અંતાણી ઓહિયોના છઠ્ઠા ડિસ્ટ્રીક્ટમાંથી રિપબ્લિકન સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ ચાર વર્ષની ટર્મ માટે સેનેટર તરીકે ફરજ બજાવશે.

(8:16 pm IST)