Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ગ્લોબલ હેલ્થકેર સમીટ ૨૦૨૨ : ભારતના હૈદ્રાબાદમાં પાંચથી સાત જાન્યુ. ૨૦૨૨ દરમિયાન AAPI આયોજીત સમીટમાં ચિફગેસ્‍ટ તરીકે ઉપરાષ્‍ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ હાજરી આપશે.

યુ.એસ : વતન ભારતના લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા માટે કાર્યરત આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા માટે કાર્યરત એસોશિએશન ઓફ અમેરિકન ફીઝીશીયન્સ ઓફ ઇન્ડિયન ઓરીજીન (AAPI) ના ઉપક્રમે આગામી પાંચથી સાત જાન્યુ. ૨૦૨૨ દરમિયાન હૈદ્રાબાદમાં ગ્લોબલ હેલ્થકેર સમીટનું આયોજીત કરાયુ છે. જેના ચિફગેસ્‍ટ તરીકે ઉપરાષ્‍ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ હાજરી આપશે. તેવું (AAPI) પ્રેસિડન્ટ ડો.અનુપમા ગોરી મુકુલાએ જણાવ્યું છે.
ડો. અનુપમાએ જણાવ્યું હતુ કે ભારતમાં આરોગ્ય સેવાઓ ક્ષેત્ર સેવાઓ આપવા માટે સમગ્ર વિશ્વમાં વસતા ભારતીય મુળના તબીબો સદા તત્પર રહે છે. આ માટે (AAPI)ને ભારતના મંત્રી મંડળનો સહયોગ પ્રાપ્ત થાય છે. ઉપરાંત દેશના તબીબો પણ સાથે આપે છે.
૨૦૨૨માં યોજાનારી સમિટનું સુત્રી ‘પ્રિવેન્શન ઇઝ બેટર ધેન કયોર’ રાખવામાં આવ્યુ છે જે માટે અમે ટેકનોલોજી ટેલિમેડીસીન, તથા ટ્રાન્સફોર્મેશન દ્વારા યોગદાન આપી રહ્યા છીએ. તેવું ઇ.વે. દ્વારા જાણવા મળે છે.

 

(9:58 am IST)